રાજ્ય કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવા માટે અમરેલી જિલ્લો થનગની રહ્યો છે. ત્યારે અમરેલીવાસીઓની સર્જનાત્મકતાને વિશિષ્ટ મંચ પૂરું પાડવા માટે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા માહિતી કચેરી, અમરેલી દ્વારા રીલ્સ અને શોર્ટ ફિલ્મ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પર્ધાના વિષયો:
૧. અમરેલી જિલ્લાની ૮ દાયકાની વિકાસયાત્રા
૨. ૮૦મા સ્વાતંત્ર્ય પર્વે દેશભક્તિના રંગે રંગાતું અમરેલી (દેશભક્તિનો સંદેશ આપતી કૃતિ)
૩. ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી અમરેલીના આંગણે : લોકોના હૈયે અનેરો ઉત્સાહ
સ્પર્ધકો મહત્તમ ૬૦ સેકન્ડની રીલ અથવા ૩ મિનિટ સુધીની શોર્ટ ફિલ્મ બનાવીને પોતાની કળા રજૂ કરી શકે છે. વિજેતા સર્જકોને સન્માનપત્ર આપી, તેમની કૃતિઓને જિલ્લાના તમામ અધિકૃત સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પ્રસારિત કરી તેમની પ્રતિભાને બિરદાવવામાં આવશે.
રસ ધરાવતા સ્પર્ધકોએ નામ, ઉંમર, મોબાઈલ નંબર અને સરનામાંની વિગતો સાથેની એન્ટ્રી તા. ૦૫ ઓગસ્ટ, ૨૦૨૬ સુધીમાં inforeelamreli@gmail.com પર ઈ-મેઈલ દ્વારા અથવા જિલ્લા માહિતી કચેરી, હોટલ દર્શનની સામે, અમરેલી ખાતે રૂબરૂ જમા કરાવવાની રહેશે. વધુ માહિતી કે માર્ગદર્શન માટે કચેરી સમય દરમિયાન જિલ્લા માહિતી કચેરીનો સંપર્ક કરી શકાશે.
આવો, આ સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણીમાં આપણી સર્જનાત્મકતા ઉમેરીએ અને આ યાદગાર ઉજવણીનો વિશેષ હિસ્સો બનીએ!













Recent Comments