ખેડૂતોએ કપાસના ઊભા પાકમાં પેરાવિલ્ટ/નવો સૂકારોના નિયંત્રણ માટે જમીનમાં સેંદ્રીય ખાતરો પુરતા પ્રમાણમાં આપવા. જમીનમાં નિતાર શક્તિ વધારવી, હલકી જમીનમાં જ્યારે જીંડવાની સંખ્યા વધુ પ્રમાણમાં હોય ત્યારે ટુંકા ગાળે પિયત કરતા રહેવું જોઈએ.
પિયત આપ્યા બાદ કે વધુ વરસાદ બાદ ધીમો સુકારો જોવા મળે તો વરાપ પ્રમાણે આંતરખેડ કરવી જેથી મુળ વિસ્તારમાં હવાની અવર જવર થઈ શકે. અસર પામેલ છોડની ફરતે ૧% પોટેશિયમ નાઈટ્રેટ અથવા ૨% યુરીયાનું દ્રાવણ રેડવાથી તાત્કાલિક સુધારો જોવા મળે છે. આ સુકારાના નિયંત્રણ માટે આ માવજત ખેતરમાં સુકારાની શરૂઆતનાં ૧૨ કલાકમાં જ કરવી. જેથી છોડ ફરીથી જીવિત થઇ શકે.
આ અંગે વધુ જાણકારી માટે સંબધિત વિસ્તારના ગ્રામસેવકશ્રી/વિસ્તરણ અધિકારીશ્રી/ ખેતી અધિકારીશ્રી/ તાલુકા અમલીકરણ અધિકારીશ્રી/મદદનીશ ખેતી નિયામકશ્રી/ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી/નાયબ ખેતી નિયામકશ્રી (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામકશ્રી(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
















Recent Comments