અમરેલી

“પર હિત સરિસ ધરમ નહિ ભાઈ” ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડા વાળા ના સીતારામ આશ્રમે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ની રંગારંગ ઉજવણી

દામનગર શહેર માં બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડા વાળા ના સીતારામ આશ્રમ ઢસા રોડ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ની રંગારંગ ઉજવણી અલખ ના આરાધકો જંગમી તીર્થકર સમાં સંતો ના સાનિધ્ય માં ઉજવ્યા વ્યાસ પૂર્ણિમા સેવા ની ધૂણી ધકાવી બેઠેલ બેઠલ સંસ્થાન સીતારામ આશ્રમ ખાતે બ્રહ્મલીન પૂજ્ય દયારામબાપુ સેવક સમુદાય ની વિશાળ ઉપસ્થિતિ માં ભજન ભોજન દર્શન અર્ચન પૂજન સહિત ધર્મ સભર ઉજવણી કરાય હતી બ્રહ્મલીન ગુરુમુખી સંત પૂજ્ય દયારામબાપુ ના સુશિષ્ય પૂજ્ય સીતારામબાપુ લઘુ મહંત ગોપાલદાસ બાપુ સહિત સમગ્ર સેવક સમુદાય દ્વારા ભવ્ય વ્યાસ પૂર્ણિમા મહોત્સવ ઉજવાયો હતો દરેક જીવાત્મા ના કલ્યાણ ની કામના કરતા અનેક વિધ સેવા ના પર્યાય સીતારામ આશ્રમે સમર્પિત સેવક સમુદાય ની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે ધર્મ ઉલ્લાસ થી ગુરુપૂર્ણિમા મહોત્સવ સંપન્ન થયો હતો

Related Posts