બાબરા કોટડાપીઠા ચેકપોસ્ટ નજીક રાજકોટ હાઇવે પર એક આઇસર ટ્રકના ચોરખાનામાં છુપાવેલ અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ-૨૨૭૫ કિ.રૂ.૨,૭૦,૨૦૦/- તથા આઇસર ટ્રક વાહન સહિત કુલ કિ.રૂ.૧૨,૭૫,૨૦૦/- ના પ્રોહી. મુદ્દામાલ સાથે ગણનાપાત્ર કેસ શોધી કાઢતી બાબરા પોલીસ ટીમ.
ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ તથા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જીલ્લામાંથી દારૂ-જુગારની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય, અને શ્રી વિસ્મય માનસેતા સાહેબ વિભાગીય પોલીસ અધિકારી લાઠી વિભાગ નાઓએ દારૂ જુગારની પ્રવૃતિ કરતા ઇસમોને પકડવા જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ.
જે અન્વયે બાબરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી આર.આર.પરમાર સાહેબની રાહબરી હેઠળ બાબરા પોલીસ ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન પી.આઇ.શ્રી આર.આર.પરમાર સાહેબ નાઓને બાતમી હકીકત મળેલ કોટડાપીઠા તરફથી એક આઇસર ટ્રક વાહનમાં ઇંગ્લીશ દારૂ ભરી રાજકોટ તરફ જતો હોય જે અનુસંધાને રાજકોટ હાઇવે પર કોટડાપીઠા ચેકપોસ્ટ વટીને પોલીસ સ્ટાફ વોચમાં ઉભા રહેલ અને સદર બાતમી વાળુ વાહન નિકળતા ઇશારો કરી વાહન ઉભુ રખાવી વાહનચાલકને નીચે ઉતારી વાહનને ચેક કરતા ચોરખાના બનાવેલ હોય જે ખોલી જોતા અલગ અલગ બ્રાન્ડના ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો હોય જે બોટલો ગણી જોતા ૧૮૦મી.લી. નંગ-૨૨૭૫, કિં.રૂ.૨,૭૦,૨૦૦/- તથા આઇસર ટ્રક વાહન કિં.રૂ.૧૦,૦૦,૦૦૦/- તથા એક મોબાઇલ ફોન કિં.રૂ.૫૦૦૦/- ગણી કુલ કિં.રૂ.૧૨,૭૫,૨૦૦/-નો મુદ્દામાલ તપાસ અર્થે કબ્જે કરેલ છે તેમજ આઇસર ટ્રકના વાહનચાલક વિરુદ્ધ ધી ગુજરાત પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપી
(૧) મનોહરલાલ ચતરારામ
ખીલોરી બિશ્નોઇ
રહે.લાછીવાડકા
ગોલીયા
તા.સાંચોર
જી.જાલોર(રાજસ્થાન)
પકડાયેલ મુદ્દમાલ
➢ GREEN LABEL RESERVE WHISKY 180 ML FOR SALE IN RAJASTHAN ONLY BOTTLE-1170 Rs.1,46,250/-
➢ RJ GREEN SPECIAL WHISKY 180 ML FOR SALE IN RAJASTHAN ONLY BOTTLE-405 Rs.36,450/-
➢ 8 PM SPECIAL RARE WHISKY 180 ML FOR SALE IN RAJASTHAN ONLY BOTTLE-700 Rs.87,500/-
➢ EICHER TRUCK Rs.10,00,000/-
➢ VIVO Y100 MOBILE PHONE Rs.5,000/-
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા કર્મચારી
• પી.આઇ.શ્રી આર.આર.પરમાર સાહેબ
• એ.એસ.આઇ. કિરણભાઇ સોલંકી
• હેડ કોન્સ. રાજભા વાઘેલા
• હેડ કોન્સ. રમેશભાઇ કોતર
• પો.કોન્સ. જગદીશભાઇ રામાણી
• પો.કોન્સ. ગોકળભાઇ રાતડીયા
• પો.કોન્સ. વિજયભાઇ ચારડીયા
• પો.કોન્સ. ભારતભાઇ મકવાણા


















Recent Comments