ભાવનગર

ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓનો તાલુકા કક્ષાના રમતોત્સવમાં દબદબો

તળાજા તાલુકાની તાલુકા કક્ષાની SGFI શાળાકીય રમતોત્સવ સ્પર્ધામાં ગણેશ શાળા – ટીમાણાના વિદ્યાર્થીઓએ આ તાલુકા કક્ષાના શાળાકીય રમતોત્સવ એથ્લેટિક્સ સ્પર્ધા ૨૦૨૬-૨૭ માં ઉત્કૃષ્ટ દેખાવ કરીને શાળા તથા સમગ્ર પંથકનું નામ રોશન કર્યું છે.

અંડર ૧૪, ૧૭ અને ૧૯ વયજૂથના ભાઈઓ તથા બહેનોની વિવિધ એથલેટિક્સ રમતોમાં શાળાના ખેલાડીઓએ બહોળી સંખ્યામાં સફળતા મેળવી સુવર્ણ, રજત અને કાંસ્ય ચંદ્રકો અંકે કર્યા છે.

આ સ્પર્ધામાં શાળાના કુલ ૧૧ ખેલાડીઓએ પ્રથમ, ૧૧ ખેલાડીઓએ દ્વિતીય અને ૧૧ ખેલાડીઓએ તૃતીય સ્થાન મેળવીને કુલ ૩૩ જેટલા ક્રમાંકો પ્રાપ્ત કર્યા છે.

વિદ્યાર્થીઓની આ ભવ્ય સિદ્ધિ બદલ સમગ્ર ગણેશ શાળા – ટીમાણા પરિવારે તમામ વિજેતા ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી કક્ષાની સ્પર્ધાઓ માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી.

Related Posts