સાવરકુંડલા તાલુકાના બાઢડા મુકામે આવેલ
શ્રી એચ. એન. વિરાણી હાઇસ્કૂલ ખાતે ‘નારી વંદના ઉત્સવ’ અંતર્ગત દ્વિ-દિવસીય વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તા. ૭ ઓગસ્ટના રોજ ‘મહિલા કલ્યાણ દિવસ’ નિમિત્તે મહિલા જાગૃતિ શિબિર યોજાઈ હતી, જેમાં શાળાના શિક્ષિકા હેતલબેન રાવલ દ્વારા ધોરણ ૯ થી ૧૨ ની ગર્લ્સ સ્ટુડન્ટ્સને વિવિધ પ્રવૃત્તિઓ અને નારી સશક્તિકરણ અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ તા. ૮ ઓગસ્ટના રોજ ‘મહિલા અને બાળ આરોગ્ય દિવસ’ની ઉજવણી અંતર્ગત વિદ્યાર્થિનીઓને આરોગ્યવિષયક ઉપયોગી માહિતી આપવામાં આવી હતી.
આ પ્રસંગે વિદ્યાર્થિનીઓમાં રહેલી સુષુપ્ત શક્તિઓને વાચા આપવા માટે નિબંધ સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું સુંદર આયોજન કમલેશભાઈ ભટ્ટી અને હિરેનભાઈ ભડકોલીયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.
સ્પર્ધામાં પ્રથમ ત્રણ ક્રમાંક મેળવનાર વિજેતા વિદ્યાર્થિનીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સફળ આયોજન બદલ શાળાના ટ્રસ્ટીશ્રી કાળુભાઈ વિરાણી, આચાર્યશ્રી મધુરભાઈ બગડા તથા સમગ્ર શિક્ષક પરિવાર દ્વારા તમામ વિજેતાઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.


















Recent Comments