વિદ્યાર્થીઓ દ્વારા સિંહના મહોરા પહેરી નીકળેલી વિશાળ રેલીમાં “આપણું ગૌરવ… ગીરના સિંહ” સહિતના નારાનો જયઘોષ થયો
ગીરનું ઘરેણું એવા સિંહોના ગૌરવવંતા ઘર ગણાતા સૌરાષ્ટ્રના આંગણે વન્યજીવ સંરક્ષણનો સંદેશ ઘર-ઘર સુધી પહોંચાડવાના ઉમદા હેતુ સાથે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે.નીલકંઠ ગુરુકુલમ્ ખાતે 10 ઓગસ્ટના રોજ ‘વિશ્વ સિંહ દિવસ’ની અત્યંત ઉત્સાહભેર અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને જનજાગૃતિ રેલી સહિતના વિવિધ કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને જંગલના રાજા એવા સિંહ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી અને ઉપસ્થિત તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ વન્યજીવોના સંરક્ષણ અને પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ રહેવાની સમૂહમાં પ્રતિજ્ઞા લીધી હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં વન્યજીવ સંરક્ષણનો સંદેશ આપતા ગીતો, નાટકો તેમજ એકપાત્રીય અભિનય રજૂ કરવામાં આવ્યા હતા તેમજ મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા નારાના જયઘોષ સાથે સિંહના મ્હોરા પહેરીને નીકળેલી ભવ્ય જનજાગૃતિ રેલીનું હતું.આ રેલીએ વન્યપ્રાણીઓ પ્રત્યે પ્રેમ અને જાગૃતિ કેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના ટ્રસ્ટીઓ, સંચાલકો, આચાર્ય અને સ્ટાફ પરિવારે ભારે જહેમત ઉઠાવી હતી.


















Recent Comments