ભાવનગર

શ્રાવણ માસ નિમિત્તે બગદાણા ધામમાં અખંડ રામધૂન ગાનનો શુભારંભ કરવામાં આવ્યો

બજરંગદાસ બાપાના ધામ ગુરુઆશ્રમ બગદાણા ખાતે શ્રાવણ માસ નિમિત્તે અખંડ રામધૂનનો આજથી પ્રારંભ થયો છે. 

ગુરુ આશ્રમના પવિત્ર પરિસરમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ સળંગ  શ્રાવણ માસ દરમિયાન સંગીતમય અખંડ રામધૂન દિવસ અને રાત્રે અખંડ પણે શરૂ રહેશે.

રામધુનમાં  બગદાણા ગામના તેમજ બીજા અલગ અલગ મંડળો ક્રમ મુજબ અખંડ રામધૂનમાં જોડાયા છે.

દર્શનાર્થી યાત્રાળુઓ સહિતના સૌને આ અખંડ સંગીતમય રામધૂન નો પવિત્ર લાભ મળશે.

Related Posts