અમરેલી

“ભોળાનાથ ની નગર ચર્યા” શ્રી વેજનાથ મહાદેવ થી પ્રસ્થાન શ્રી કુંભનાથ મહાદેવ ની પાલખી યાત્રા મા હજારો ભાવિકો ના હર હર મહાદેવ ના નાદ સાથે સંપન્ન

દામનગર શહેર ના શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી બપોર પછી પ્રસ્થાન શ્રી કુંભનાથ મહાદેવ ની દિવ્ય દસ મી પાલખી યાત્રા મા દામનગર સહિત આસપાસ ના ગ્રામ્ય વિસ્તાર ના હજારો શ્રધ્ધાળું ભાવિકો ની હાજરી મા શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ધ્યાનાકર્ષક રીતે હર હર મહાદેવ ના નાદ સાથે ફરી જગત ના નાથ ની નગરચર્યા સંપૂર્ણ શહેર બપોર પછી સ્વયંભું બંધ નાના મોટા વેપાર ઉદ્યોગ રોજગાર બંધ રહ્યા અઢારેય આલમ ના 11000 હજાર થી વધુ ભાવિકો એ એક પંગથે મેળવ્યો ફરાળ પ્રસાદ કેરળ ના પ્રસિદ્ધ કથીકલી સાંસ્કૃતિક નૃત્ય ની પ્રથમ પ્રસ્તુતિ એ અભિભુત આકર્ષણ જમાવ્યું સંપૂર્ણ શહેર ના માર્ગો ઉપર પવિત્ર ગંગાજળ થી પવિત્ર બન્યા કણ કણ શિવ મય રોડ રસ્તા ઓની બંને તરફ હજારો ભાવિકો ની દાદા ના દર્શન માટે ક્તારો લગાવી સામાજિક સમસરતા નો દર્શનીય નજારો રચતી દસ મી પાલખી યાત્રા સ્વયંમ શિવ ની હાજરી નો ભાષ કરાવતી લહેર પ્રગટી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર મા ગદગદિત કરતી માનવ મેદની પાલખી યાત્રા ના સમગ્ર રૂટ ઉપર ઠેર ઠેર ઠન્ડા પીણાં પાણી શરબત ની સામાજિક સ્વેચ્છિક સંસ્થાન સંગઠનો દ્વારા વ્યવસ્થા સૌ કોઈ શિવમય બન્યા ભવ્ય અને દિવ્ય દસ મી પાલખી યાત્રા ભવ્ય રીતે સંપન્ન થઈ હતી

Related Posts