ગુજરાત

“દૈનિક 100 મૃત્યુ સુરત મા થાય છે ચક્ષુદાન ને વેગ આપી તો અંધત્વ નિવારી શકાય” લોકદ્રષ્ટિ આઇ બેન્ક અને સક્ષમ સુરત ૨૯ મા ચક્ષુદાન જાગૃતિ અભિયાન પુણા શ્રી મતિ એલ .પી ડી. શાળા મા ઉજવાયો

“જ્યોત સે જ્યોત જલા તે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો” દિનેશભાઈ  જોગણી 

“ચક્ષુદાન પ્રવુતિ એટલે દિવે દીવો પ્રગટે એજ ખરી માનવતા” ડો પ્રફુલભાઈ  શિરોયા 

સુરત નેત્રદાન જાગૃતિ  NPCB એન્ડ VI પ્રેરિત લોકદ્રષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ ચક્ષુ બેંક દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, સક્ષમ સુરત ના સંયુક્ત ઉપક્રમે સતત 29 મા  નેત્રદાન જાગૃતિ પખવાડિયા ની  સુરત પુણા ગામ શ્રી મતિ એલ. પી. ડી. શાળા ના બાળકો સ્ટાફ ગણ, શિક્ષક ગણ ની ઉપસ્થિતિ મા ઉજવણી  શાળા ના આચાર્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવેલ કે આંખ એ અનમોલ રત્ન છે તેનું જતન કરવુ એ પણ જરૂરી છે તેમજ મૃત્યુ બાદ આ અણમોલ રત્ન ને આપણે બાળીને રાખ કરીએ છીએ તેના બદલે ચક્ષુદાન થી  ઉત્તમ કોઈ ને દાન નથી 

લોકદ્રષ્ટિ ચક્ષુ ચેરીટેબલ ટ્રસ્ટ ના સ્થાપક અને હાલ ના પ્રમુખ ડો પ્રફુલભાઈ શિરોયા ચેરમેન રેડક્રોસ રક્તદાન કેન્દ્ર, હોમગાર્ડઝ કમાન્ડન્ટ 

આ 29 મા  પખવાડિયું શાળા,મહા શાળા, કોલેજ, હોસ્પિટલ મા શિક્ષક ગણ, આધ્યાપક, તબીબ, પરિચારિકા ગણ ને નેત્રદાન અંગે જાગૃત કરવા નો પ્રયાસ છે. સુરત ના જાગૃત નાગરિક નેત્રદાતા સંકલ્પી બની સાથે કોઈ જગ્યાએ મૃત્યુ થયું હોય ત્યાં જવાનું થાય તો ચક્ષુદાન, દેહદાન અને અંગદાન ની સમજ આપવી જોઈએ  તો કાળી કીકી ના કારણે અંધત્વ ભોગવતા લોકો ફરી દ્રષ્ટિ વાન બનશે.  મેડિકલ કોલેજ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સારી રીતે અભ્યાસ કરી શકે ઓપ્થ. આસી. દિનેશભાઈ જોગાણી એ નેત્રદાન અંગે કહ્યું કે સુરત શહેર અને જિલ્લા મા અંદાજિત દર રોજ 100 થી વધુ લોકો ના અવસાન થતા હોય અને જાગૃતિ ના અભાવે લોકો નેત્રદાન કરતા અચકાય છે. જો દરેક જાગૃત નાગરિક નેત્ર દાતા સંકલ્પી બની. સમાજ મા દુખદ પ્રસંગ ઉપસ્થિત હોય તો ત્યાં મૃતક ના વારસદારો ને નેત્ર દાન અંગે માહિત ગાર કરે તો નેત્ર દાન જાગૃતિ પખવાડિયું ઉજવાય છે તે સાર્થક બનશે. 

સક્ષમ સુરત મહાનગર ના અધ્યક્ષ મુકેશ ભાઈ રાવલ એ  સક્ષમ (સમદ્રષ્ટી સમતા વિકાસ એવમ અનુસંધાન મંડળ) વિશે પૂરી માહિતી આપી હતી. સક્ષમ દિવ્યાંગ માટે   રાષ્ટ્રીય સંગઠન છે. R.S.S. નો એક પ્રકલ્પ છે.

જીતે જીતે રક્ત દાન, જાતે જાતે નેત્ર, દેહ, અંગો ના દાન ઉત્તમ દાન સ્કૂલ ના પ્રમુખ ભગુદાદા પટેલ કે જોઓ વર્ષો પહેલા દેહદાન અંગદાન સંકલ્પી બનેલ છે તેમનું સન્માન કરવામાં આવ્યું હતું ઉપરોક્ત સંસ્થા તરફથી સ્કૂલ ના સારસ્વત મિત્રો અને સંચાલકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.નેત્રદાન આપવા – લેવા સંપર્ક 9825034591, 9824146308

Related Posts