ભાવનગર

નેપાળની જળહોનારતમાં દિવંગત થયેલા લોકોને સંવેદના સાથે મોરારિબાપુની રુ.૫૧ લાખની સહાય

તા. ૨૬/૮/૨૬નો દિવસ નેપાળ ક્યારેય પણ ભૂલી નહિ શકે. તિબેટ તરફ ગલેશિયર તૂટતાં નેપાળની નદીમાં ભયાનક પૂર આવ્યું હતું અને જોતજોતામાં તો સેંકડો લોકોનાં કરુણ મોત નિપજયા હતાં. સોશિઅલ મિડીયા પર જે દ્રશ્યો જોવા મળે છે તે ભલભલાને રડાવી દે તેવાં છે. નેપાળને થયેલાં નુકસાનનો આંકડો દરરોજ વધતો જાય છે. પૂજ્ય મોરારિબાપુ આ દારુણ ધટનાથી વ્યથિત થઈ ગયા છે અને તેમણે નેપાળના લોકોને સંવેદના પાઠવી છે. પૂજ્ય મોરારિબાપુએ હનુમંત પ્રસાદ રુપે રુપિયા ૫૧ લાખની સહાયતા રાશિ અર્પણ કરી છે. આ પૈકી રુપિયા ૧૧ લાખ ચિત્રકૂટ ધામ તલગાજરડા દ્વારા ભારતીય પીએમ ફંડમાં જમા કરાવવામાં આવશે અને રુપિયા ૪૦ લાખ નેપાળના વડાપ્રધાન રાહત ફંડમાં જમા કરાવવામાં આવશે. જેની વિતિય સેવા મુંબઈ સ્થિત રામકથાના શ્રોતા દ્વારા કરાશે. પૂજ્ય મોરારિબાપુએ ભારત સહિત વિશ્વના એનેક દેશોનાં નાગરિકો માટે હનુમાનજીનાં ચરણોમાં પ્રાર્થના કરી છે કે જેમણે આ હ્રદયદ્રાવક ધટનામાં પ્રાણ ગુમાવ્યા છે. સૌનાં નિર્વાણ માટે પ્રાર્થના કરી છે. તેમ મહુવાથી જયદેવ માંકડની યાદીમાં જણાવ્યું છે.

Related Posts