સાવરકુંડલા શહેરમાં ભગીરથ સગર સમાજ દ્વારા તા. ૨૭ અને ૨૮ ઓગસ્ટ ૨૦૨૬ દરમિયાન ભગીરથ દાદાની ૩૯મી જન્મજયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ દ્વિ-દિવસીય મહોત્સવમાં શ્રી સત્યનારાયણ ભગવાનની કથા, મંદિર પર ધજારોહણ, ભગીરથ દાદાનું પૂજન, વિદ્યાર્થીઓ તથા દાતાશ્રીઓનું સન્માન અને મહાપ્રસાદ જેવા વિવિધ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમો યોજાયા હતા.
સમાજના વડીલો, યુવાનો, બહેનો અને અગ્રણીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે સાવરકુંડલા ભગીરથ સગર સમાજ દ્વારા કાર્યક્રમને સફળ બનાવનાર તમામ દાતાઓ, સ્વયંસેવકો અને સમાજશ્રેષ્ઠીઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો તથા સમાજમાં એકતા, સંગઠન અને સેવાભાવના જળવાઈ રહે તેવી મનોકામના વ્યક્ત કરવામાં આવી હતી.

















Recent Comments