રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાત દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન કરવામાં આવનાર છે. ખેલ મહાકુંભમાં ભાગ લેવા ઇચ્છુક ખેલાડીઓએ તા. ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
નિયત વય જૂથના તમામ ખેલાડીઓએ https://khelmahakumbh.gujarat.
અંડર-૯, અંડર-૧૧, અંડર-૧૪, અંડર-૧૭ તેમજ ઓપન એજ ગ્રૂપમાં શાળામાં અભ્યાસ કરતા ખેલાડીઓએ શાળા મારફતે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જ્યારે કોલેજમાં અભ્યાસ કરતા ખેલાડીઓ ઓનલાઈન અથવા કોલેજ મારફતે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
આ ઉપરાંત, ૪૦ અને ૫૦ વર્ષથી ઉપરના ખેલાડીઓ, ઓપન એજ ગ્રૂપના ખેલાડીઓ તેમજ અભ્યાસ ન કરતા ખેલાડીઓ પણ પોતાની વયજૂથ મુજબ રજિસ્ટ્રેશન કરાવી શકશે.
અમરેલી જિલ્લાના ખેલાડીઓને વધુ માહિતી તથા માર્ગદર્શન માટે જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, ગોળ દવાખાનાની બાજુમાં, ચિતલ રોડ, અમરેલી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો જિલ્લા રમત અધિકારીની કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશનમાં સમસ્યા સર્જાય તો ટોલ ફ્રી નં. ૧૮૦૦૨૭૪૬૧૫૧ પર સંપર્ક કરી શકાશે તેમ જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.












Recent Comments