અમરેલી

એકલવ્ય, સરદાર પટેલ તથા જયદીપસિંહજી સિનિયર-જુનિયર એવોર્ડ માટે તા. ૧૫ ઓક્ટોબર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

રમત ગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આપવામાં આવતા એકલવ્યસરદાર પટેલ તથા જયદીપસિંહજી સિનિયર-જુનિયર એવોર્ડ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વર્ષ ૨૦૨૨-૨૩૨૦૨૩-૨૪ તથા ૨૦૨૪-૨૫ દરમિયાન સિદ્ધિ મેળવનાર પાત્ર ખેલાડીઓએ એવોર્ડ માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ એવોર્ડની અરજી કરવા માટે ખેલાડીઓએ તા. ૧૧ સપ્ટેમ્બર૨૦૨૬થી તા. ૧૫ ઓક્ટોબર૨૦૨૬ દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઑફ ગુજરાતની વેબસાઇટ https://sportsauthority.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવાની રહેશે.

અમરેલી જિલ્લાના ખેલાડીઓને વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરીજિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રગોળ દવાખાનાની બાજુમાંચિતલ રોડઅમરેલી ખાતે સંપર્ક કરવા જણાવાયું છે. ઓનલાઈન અરજી કરવામાં કોઈ તકલીફ જણાય તો ઉપરોક્ત કચેરીનો સંપર્ક કરી જરૂરી માર્ગદર્શન મેળવી શકાશે તેમઅમરેલી જિલ્લા રમત ગમત અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Related Posts