સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદ્રા તેમજ ગાધકડા ગામે વિકાસના કામો ની ભેટ આપવામાં આવી હતી જેમાં મોટા ભમોદ્રા ગામે
ગ્રામ વિકાસને વેગ આપતા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 2.80 લાખના ખર્ચે
નાળ-ભમોદ્રા રોડનું ખાતમુહૂર્ત, રૂ. 35 લાખના ખર્ચે લાઇબ્રેરીના નિર્માણનું ખાતમુહૂર્ત, રૂ. 45 લાખના ખર્ચે સબ-સેન્ટરના
નિર્માણનું ખાતમુહૂર્ત, રૂ. 18 લાખના ખર્ચે આંગણવાડીના નિર્માણ સહિત રૂ. 80 લાખના ખર્ચે નિર્માણ પામેલા સુવિધા પથનું
લોકાર્પણ ૪.૫૮ કરોડ ના કામો નું ખાત મુહ્રર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
સાવરકુંડલ તાલુકાના મોટા ભમોદ્રા ગામે વિવિધ વિકાસલક્ષી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણથી ગ્રામજનોમાં આનંદની લાગણી
જોવા મળી હતી. આ વિકાસકાર્યો પૂર્ણ થતાં ગામના નાગરિકોને રોડ, શિક્ષણ, આરોગ્ય, બાળ વિકાસ તેમજ પાયાની સુવિધાઓમાં
વધુ સુવિધા પ્રાપ્ત થશે.
આ ઉપરાંત સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે રૂ. 34.83 લાખના ખર્ચે નવનિર્મિત ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં
આવ્યું હતું. સાથે જ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવ્યું હતું.
બંને ગામોમાં હાથ ધરાયેલા વિકાસકાર્યોથી ગ્રામ્ય વિસ્તારમાં સુવિધાઓમાં વધારો થવાની સાથે સ્થાનિક વિકાસને નવી દિશા મળશે
તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોનું ગ્રામજનો દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં
આવ્યું હતું.
આ કાર્યક્રમમાં માનવ મંદિરના પૂજ્ય ભક્તિરામબાપુના હસ્તે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં શ્રી ભરતભાઈ સુતરિયા સાંસદ તથા શ્રીમતી દક્ષાબેન ચોડવડિયા, પ્રમુખ જિલ્લા પંચાયત,શ્રી મહેશભાઈ કસવાલા
,ધારાસભ્યશ્રી,શ્રી ભીખાભાઈ ધોરાજીયા પ્રભારી તાલુકા ભાજપ ,શ્રી રજનીભાઇ ડોબરિયા પ્રમુખ શ્રી તાલુકા ભાજપ,પ્રકાશભાઈ
પાનસુરિયા ચેરમેન જાહેર બાંધકામ સમિતિ જિલ્લા પંચાયત અમરેલી , પ્રદિપ ભાખર ચેરમેન પ્રતિ નિધિ આરોગ્ય સમિતિ,ચેરમેન
દિપકભાઈ માલાણી માર્કેટ યાર્ડ, તેમજ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત , સદસ્યો, સંગઠન હોદેદારો ,ના આગેવાનો,
પદાધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Recent Comments