અમરેલી જિલ્લામાં ગંભીર અને જટિલ રોગોની સારવાર માટે હવે સ્થાનિક સ્તરે જ વધુ વિકલ્પો ઉપલબ્ધ
બનતા જઈ રહ્યા છે. ગજેરા ટ્રસ્ટ સંચાલિત, શાંતાબા જનરલ હોસ્પિટલ દ્વારા કેન્સર, નેફ્રોલોજી અને યુરોલોજી
વિભાગમાં તબક્કાવાર નવી સુવિધાઓ ઉમેરવામાં આવી રહી છે. ખાસ કરીને કેન્સર વિભાગમાં અત્યાર સુધીમાં 1000થી
વધુ દર્દીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હોવાનું હોસ્પિટલ તરફથી જાણવા મળ્યું છે.
કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે દર્દીઓને અગાઉ મોટા શહેરો તરફ જવું પડતું હતું. આવી સ્થિતિમાં અમરેલીમાં
જ નિષ્ણાત તબીબી સેવા ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો દર્દીઓ માટે મહત્વપૂર્ણ બની રહ્યા છે. હોસ્પિટલના કેન્સર
વિભાગમાં નિદાનથી લઈને સારવાર અને જરૂરી સર્જિકલ સેવાઓ સુધીની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
આ સાથે હવે કિડનીના દર્દીઓ માટે પણ સારવારની સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે. ગજેરા ટ્રસ્ટ સંચાલિત
,શાંતાબા જનરલ હોસ્પિટલમાં નવી ડાયાલિસિસ મશીન ઉપલબ્ધ કરવામાં આવી છે. કિડની સંબંધિત બીમારીઓ અંગે
નિષ્ણાત અભિપ્રાય અને માર્ગદર્શન માટે નેફ્રોલોજિસ્ટ ડૉ. હર્ષ પટેલ (MBBS, MD, DrNB)ની સેવા પણ ઉપલબ્ધ
રહેશે.
કિડનીની ગંભીર બીમારી અને ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતા દર્દીઓ માટે સ્થાનિક સ્તરે આ સુવિધા ઉપલબ્ધ થવાથી
સારવારની પ્રક્રિયા વધુ સરળ બનવાની શક્યતા છે.
દરમિયાન, યુરોલોજી ક્ષેત્રે પણ દર્દીઓ માટે મહત્વપૂર્ણ સેવા શરૂ થવા જઈ રહી છે. શાંતાબા જનરલ હોસ્પિટલમાં ટૂંક
સમયમાં નિઃશુલ્ક યુરોલોજી સર્જરી સેવા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. તેમાં મુખ્યત્વે કિડનીની પથરી અને પ્રોસ્ટેટ
સહિતની જરૂરી યુરોલોજી સર્જરીઓનો સમાવેશ થશે.
આ સુવિધા શરૂ થયા બાદ અમરેલી તથા આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને યુરોલોજી સંબંધિત સર્જરી માટે
અન્ય શહેરોમાં જવાની મુશ્કેલીમાં ઘટાડો થઈ શકે છે.
અમરેલી જેવા જિલ્લા વિસ્તારમાં કેન્સર, કિડની અને યુરોલોજી જેવા વિશેષ સારવાર ક્ષેત્રોમાં સુવિધાઓનો આ રીતે થઈ
રહેલો વિસ્તાર સ્થાનિક આરોગ્ય વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. ગજેરા ટ્રસ્ટ સંચાલિત, શાંતાબા
જનરલ હોસ્પિટલ દ્વારા આગામી સમયમાં પણ નિષ્ણાત તબીબી સેવાઓ અને આધુનિક સારવાર સુવિધાઓ વધારવાની
દિશામાં કામગીરી ચાલુ રાખવામાં આવી રહી છે.
અમરેલીમાં ગંભીર રોગોની સારવાર માટે વધતી સુવિધાઓ : કેન્સરમાં 1000થી વધુ દર્દીઓની સફળ સારવાર બાદકિડની અને યુરોલોજી સેવાઓને પણ વેગ














Recent Comments