અમરેલી

હનીટ્રેપનો ભોગ બનેલા ફરિયાદી પાસેથી રૂ.૧૬,૩૦,૧૧૦/- રકમ પડાવી લેવાના બગસરા પોલીસ સ્ટેશનના ગુનાના આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે બગસરા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં.
૧૧૧૯૩૦૦૯૨૬૦૨૫૯/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૮(૩),
૩૦૮(૪), ૩૫૧(૩), ૩૫૨, ૬૧(૨)(એ), ૩(૫) તથા આઇ.ટી. કલમ ૬૬(ઇ), ૬૭(એ)
મુજબના કામના આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી,
આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીઃ –
પ્રતિકભાઇ પરશોતમભાઇ પાઘડાળ, ઉ.વ.૨૬, રહે.સુરત, મોટા વરાછા, ગ્લોસમ હોમ,
તા.જિ.સુરત મુળ રહે.હડાળા, તા. બગસરા, જિ.અમરેલી.
 ગુનાની વિગતઃ-
આ કામનો પકડાયેલ ઉપરોકત આરોપી તથા અન્ય મહિલા આરોપી સાથે મળી
એકસંપ થઇ, પુર્વ આયોજીત કાવતરૂ રચી, પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ,
મહિલા આરોપીએ વોટ્સએપ એપ્લીકેશન મારફતે ફરીયાદીનો સંપર્ક કેળવી, ફરીયાદી
સાથે પ્રેમભરી વાતો કરી, લલચાવી ફોસલાવી વીડીયો કોલ મારફતે ફરીયાદીના ફોટા

મેળવી, આ ફોટા વાયરલ કરવાની ધાક ધમકી આપી, અલગ અલગ સમયે આંગડીયા
મારફતે તથા અલગ અલગ બેન્ક ખાતાઓમાં પૈસા ટ્રાન્સફર કરાવડાવી, કુલ
રૂ.૧૬,૩૦,૧૧૦/- ની રકમ બળજબરી પુર્વક કઢાવી લઇ, ફોનમાં મેસેજથી ગાળો
આપી, ધમકી આપી ગુનો કરેલ હોય, જે અંગે ફરીયાદીએ પોતાની ફરીયાદ જાહેર
કરતા આરોપીઓ વિરૂધ્ધ બગસરા પોલીસ સ્‍ટેશન ગુ.ર.નં.
૧૧૧૯૩૦૦૯૨૬૦૨૫૯/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૩૦૮(૩),
૩૦૮(૪), ૩૫૧(૩), ૩૫૨, ૬૧(૨)(એ), ૩(૫) તથા આઇ.ટી. કલમ ૬૬(ઇ), ૬૭(એ)
મુજબનો ગુનો રજી. થયેલ.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ. હરેશસિંહ પરમાર
તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, મહેશભાઇ મુંધવા, પરાક્રમસિંહ ગોહિલ દ્વારા
કરવામાં આવેલ છે.

Related Posts