અમરેલી

મેળાની મોજ પૂર્ણ, પણ કચરાનું સામ્રાજ્ય: કોલેજ ગ્રાઉન્ડની સફાઈ માટે ‘ફરજ’ કોની?

લોકોએ અત્યંત ઉમંગ અને ઉત્સાહ સાથે મેળાની રંગત માણી. ખાણી-પીણીની ચટાકેદાર વાનગીઓ, વિવિધ આકર્ષક રાઈડ્સ, જલપરી અને મોતનો કૂવો જેવા રોમાંચક ખેલની મજા માણવા હજારો લોકો ઉમટી પડ્યા હતા. આ સાથે જ કટલેરી, રમકડાં અને હોઝિયરીના સ્ટોલમાં પણ ભારે ખરીદી જોવા મળી હતી. થોડી-ઘણી નોકઝોંક અને યુવાન હૈયાઓના ઉલ્લાસ વચ્ચે મેળો સમુસૂતરો પાર પડ્યો, જેનાથી અનેક નાના વેપારીઓને રોજગારી મળી હતી.

​હવે મેળો પૂર્ણ થતાં જ વેપારીઓ પોતાના ગંતવ્ય સ્થાને રવાના થઈ ગયા છે, પરંતુ કોલેજનું વિશાળ મેદાન એકદમ સુનું અને કચરાથી ખદબદતું થઈ ગયું. મેદાનમાં ચારેય તરફ પ્લાસ્ટિક અને અન્ય કચરો વેરાયેલો પડ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે હવે શહેરના બુદ્ધિજીવીઓમાં એક જ યક્ષ પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે: “આ ગ્રાઉન્ડ સાફ કરવાની આખરી ફરજ કોની?”

​નગરપાલિકાની?

​કોલેજ ગ્રાઉન્ડ ધરાવતા ટ્રસ્ટની?

​મેળો આયોજિત કરનાર આયોજકોની?

​મંજૂરી આપનાર તંત્રની?

​રોજગાર મેળવનાર વ્યવસાયીઓની કે મેળો માણવા આવેલ નાગરિકોની?

​’સ્વચ્છતા ત્યાં પ્રભુતા’ના સિદ્ધાંતને સાર્થક કરવા માટે તંત્ર અને આયોજકો વચ્ચે પરસ્પર જવાબદારી નક્કી થઈને આ સમગ્ર મેદાનની સઘન સફાઈ તાત્કાલિક હાથ ધરાય તે અત્યંત જરૂરી છે.

Related Posts