સાવરકુંડલા ખાતે સદ્દભાવના ગ્રુપ દ્વારા પ.પૂ. ઉષા મૈયાના પાવન આશીર્વાદથી ગણેશ મહોત્સવનો ભારે શ્રધ્ધા અને આસ્થા સાથે ભવ્ય પ્રારંભ થયો છે. શ્રી ગજાનંદ વિઘ્નહર્તાની દિવ્ય શોભાયાત્રા દરમિયાન આકર્ષક લાઈટ શો, સાઉન્ડ શો અને ફાયર શોની આતશબાજી વચ્ચે ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે દાદાનું ભવ્ય આગમન થયું હતું.
₹૫૦૦ના સહયોગી દાતાઓ માટે યોજાયેલ લકી ડ્રોમાં કૂપન નંબર ૧૫૮૪ વિજેતા બનતા પ.પૂ. ઉષા મૈયાના પરમ સેવકશ્રી મહોત્સવના મુખ્ય દાતા બન્યા છે. ધાર્મિક ઉત્સવની સાથે સદ્દભાવના ગ્રુપ દ્વારા ૨૪ કલાક બ્લડ હેલ્પલાઈન, એમ્બ્યુલન્સ સેવા, ફ્રીઝર સેવા સહિત ૮ સમાજઉપયોગી સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે.
આયોજકો દ્વારા સમગ્ર ધર્મપ્રિય જનતાને મહોત્સવ દરમિયાન દર્શન તથા મહાઆરતીનો લાભ લેવા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.


















Recent Comments