વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન અને જાહેર જીવનમાં ૨૫ વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે સાવરકુંડલા-લીલીયા વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાની વિશેષ ઉપસ્થિતિમાં ત્રિવિધ સેવાકીય તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.
આ આયોજન અંતર્ગત સવારે ૧૦:૦૦ કલાકે કે.કે. હોસ્પિટલ, સાવરકુંડલા ખાતે રક્તદાન કેમ્પ યોજાશે. ત્યારબાદ બપોરે ૪:૦૦ કલાકે રામાણી વાડી, પુંજાપાદર ખાતે ‘ભક્તિની અમૃતધારા’ કાર્યક્રમ હેઠળ સંસ્કૃતિ અને સંસ્કારોનું જતન કરતી માતાઓનું વિશેષ સન્માન કરવામાં આવશે.
જ્યારે રાત્રે ૭:૦૦ કલાકે સાવરકુંડલાના ૧૧૭ ગામો તેમજ કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ખાતે ‘આશીર્વાદનો દીવડો’ અને ‘સુશાસનના ૨૫ વર્ષ’ વિષયક દીપ પ્રાગટ્ય કાર્યક્રમ યોજાશે. ધારાસભ્યશ્રી કસવાલાએ આ તમામ સેવાકીય અને સાંસ્કૃતિક કાર્યક્રમોમાં સાવરકુંડલા-લીલીયાના નાગરિકોને મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાવા અપીલ કરી છે.














Recent Comments