અમરેલી

શ્રી કે.કે. હાઈસ્કૂલ સાવરકુંડલાની કબડ્ડી ટીમ જિલ્લા કક્ષાએ રનર્સઅપ: ૫ ખેલાડીઓ રાજ્ય કક્ષાએ પસંદગી પામ્યા

૭૦મા અખિલ ભારતીય શાળાકીય રમતોત્સવ અંતર્ગત યોજાયેલી અન્ડર-૧૭ જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધામાં શ્રી કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને રનર્સઅપનું સ્થાન હાંસલ કર્યું છે. વ્યાયામ શિક્ષક શ્રી વિપુલભાઈ દવેના માર્ગદર્શન હેઠળ શ્રેષ્ઠ રમત દાખવીને શાળાના ૫ પ્રતિભાશાળી ખેલાડીઓ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે પસંદગી પામ્યા છે, જેઓ રાજ્ય કક્ષાએ શાળા અને અમરેલી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

​આ ગૌરવપૂર્ણ સિદ્ધિ બદલ શાળાના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખશ્રી કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટીશ્રી મુકુંદભાઈ નાગ્રેચા, આચાર્યશ્રી ચેતનકુમાર એન. ગુજરીયા તેમજ સમગ્ર ટ્રસ્ટ અને શાળા પરિવારે વિજેતા ખેલાડીઓ અને માર્ગદર્શક શિક્ષકને આભિનંદન પાઠવી રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે શુભકામનાઓ પાઠવી છે.

Related Posts