અમરેલી

સાવરકુંડલામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ યોજાયો

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિન તથા જાહેર જીવનની ૨૫ વર્ષની અવિરત સેવાયાત્રા નિમિત્તે સાવરકુંડલા ખાતે ‘આશીર્વાદનો દીવો’ કાર્યક્રમ ભવ્યતાથી યોજાયો હતો. સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિ અને હજારો પ્રજ્વલિત દીવડાઓના પ્રકાશ વચ્ચે સમગ્ર વાતાવરણ દેશભક્તિ અને આધ્યાત્મિકતાથી ઝળહળી ઊઠ્યું હતું.

​આ પ્રસંગે સાવરકુંડલા-લીલીયાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ વડાપ્રધાનશ્રીના વ્યક્તિત્વના નમ્રતા, નિર્ણાયકતા, નિર્ભયતા અને સમર્પણ જેવા ગુણોનું ભાવસભર વર્ણન કરી તેમની ૨૫ વર્ષની યાત્રાને રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ ગણાવી હતી.

​કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો, સંગઠનના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉમટી પડેલા નગરજનોએ દીપ પ્રજ્વલિત કરી વડાપ્રધાનશ્રીને દીર્ઘાયુષ્ય, ઉત્તમ સ્વાસ્થ્ય અને રાષ્ટ્રસેવાની વધુ શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના સાથે શુભકામનાઓ પાઠવી હતી.

Related Posts