અમરેલી

જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની ગુજરાત કોલા કંપની ખાતે શૈક્ષણિક મુલાકાત

ભારતીય માનક બ્યુરો (BIS)ના માર્ગદર્શન હેઠળ સાવરકુંડલાની જે.વી. મોદી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે રાજુલા સ્થિત ‘ગુજરાત કોલા કંપની’ ખાતે ઇન્ડસ્ટ્રી વિઝિટનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે BIS ઓફિસર અભિનવ સર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

​મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્પાદન પ્રક્રિયા, ઔદ્યોગિક વ્યવસ્થાપન તેમજ ગુણવત્તા અને સલામતી ક્ષેત્રે ભારતીય માનકોના મહત્વ અંગે પ્રત્યક્ષ જાણકારી મેળવી હતી.

​આ આયોજનમાં શાળાના શિક્ષકશ્રી નીતિનભાઈ સાવજ અને શ્રી હરેશભાઈ ગુજરાતીએ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ શૈક્ષણિક પ્રવૃત્તિ બદલ નૂતન કેળવણી મંડળના ટ્રસ્ટી મંડળ તથા શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપાલશ્રી જીતુભાઈ ભટ્ટ દ્વારા તમામ સહયોગીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Related Posts