અમરેલી

સોમનાથ ટ્રસ્ટ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મ દિવસ નિમીતે વસ્ત્રદાન અંતર્ગત સારહિ તપોવન આશ્રમ ખાતે તપસ્વી ભાઈ–બહેનોને વસ્ત્રદાન ક૨વામાં આવ્યુ

દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મ દિવસ અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ દ્વારા સમગ્ર ગુજરાત રાજયના અંદાજીત ૧૩૫ જેટલા વૃધ્ધાશ્રમોમાં વસ્ત્રદાન સાથે જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સના માઘ્યમથી રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે સેવા કાર્યમાં જોડાએલા હતા. આ કાર્યક્રમ અંતર્ગત અમરેલી ખાતે આવેલ સારહિ યુથ કલબ ઓફ અમરેલી સંચાલિત સારહિ તપોવન આશ્રમના તપસ્વી ભાઈઓને ઝભ્ભા તથા તપસ્વી બહેનોને સાડી વિતરણ કરવામાં આવેલ. આ તકે સંસ્થાના સ્થાપક પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી રવિભાઈ ખેર, સંસ્થાના સભ્ય ૠજુલભાઈ ગોડલીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અને સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ સેવાકીય અને માનવતાભર્યા કાર્ય બદલ સારહિ પરિવાર દ્વારા સોમનાથ ટ્રસ્ટનો હૃદયપુર્વક આભાર માનવામાં આવેલ તેમ અખબારી યાદીના અંતમાં જણાવેલ છે.

Related Posts