શ્રી નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત શ્રી વી.ડી. કાણકિયા આર્ટ્સ અને શ્રી એમ.આર. સંઘવી કોમર્સ કોલેજ ખાતે રેડક્રોસ સોસાયટી (સાવરકુંડલા બ્રાન્ચ) ના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે સીપીઆર તાલીમ અને થેલેસેમિયા જાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સર્વધર્મ પ્રાર્થનાથી થઈ હતી. પ્રિન્સિપાલ ડૉ. એસ. સી. રવિયાએ સ્વાગત પ્રવચન કરી રેડક્રોસ સોસાયટીના ચેરમેન ડૉ. જે.બી. વડેરા, ટ્રેનર અને સેક્રેટરી શ્રી મેહુલભાઈ વ્યાસનો પરિચય આપ્યો હતો. શ્રી મેહુલભાઈ વ્યાસે વિદ્યાર્થીઓને આપત્કાલીન સ્થિતિમાં જીવ બચાવવા માટે જરૂરી સીપીઆર (CPR) અને રિકવરી પોઝિશનની સૈદ્ધાંતિક તથા પ્રેક્ટિકલ ડેમો દ્વારા તાલીમ આપી હતી.
અન્ય એક સેશનમાં ડૉ. રવિયાએ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને થેલેસેમિયા ટેસ્ટનું મહત્વ સમજાવ્યું હતું. તેમણે જાહેરાત કરી હતી કે દાતાઓની સહાયથી આ ટેસ્ટ વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે અને આગામી ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૬, શનિવારના રોજ કોલેજ ખાતે થેલેસેમિયા મેગા કેમ્પ યોજાશે.
કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. એચ.આર. દેસરાણીએ કર્યું હતું. આ શિબિરમાં ૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. સ્ટાફ પરિવારના સહયોગથી સમગ્ર આયોજન સફળ રહ્યું હતું.















Recent Comments