લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સિટી), શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રી સદ્ગુરુ કબીરસાહેબ સેવા ટ્રસ્ટ અને શ્રી નાગરદાસ ધનજી સંઘવી ટ્રસ્ટ સુદર્શન નેત્રાલયના સંયુક્ત ઉપક્રમે રમાબેન અનિલભાઈ પારેખ પરિવારના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન તથા નેત્રમણી આરોપણ કેમ્પનું આયોજન કબીર ટેકરી આશ્રમ સાવરકુંડલા ખાતે તારીખ ૨૪-૯-૨૬ ગુરુવારે સવારે ૮થી બપોરે ૧૨ સુધી કરવામાં આવેલ છે
આ કેમ્પમાં
આંખના તમામ રોગોનું નિષ્ણાંત ડોક્ટરો દ્વારા નિદાન તથા
મોતિયાનું ટાંકા વગરનું ઓપરેશન કરી વિનામૂલ્યે નેત્રમણી બેસાડી આપવામાં આવશે.
દર્દીઓ માટે આવવા-જવાની, રહેવાની, જમવાની અને દવાની સુવિધા વિનામૂલ્યે રહેશે.
જરૂરિયાતમંદોને રાહત દરે ચશ્મા બનાવી આપવામાં આવશે.
દર્દીઓએ આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડની ઝેરોક્ષ અને ચાલુ દવાનો રિપોર્ટ સાથે લાવવો. નોંધનીય છે કે, આ કેમ્પ દર મહિનાના ચોથા ગુરુવારે યોજાશે















Recent Comments