સાવરકુંડલા નગરપાલિકાના વોર્ડ નં. ૮ ના સદસ્ય મેધાબેન એચ. ગઢીયા દ્વારા પાલિકાના પ્રમુખશ્રી અને ચીફ ઓફિસરશ્રીને લેખિત રજૂઆત કરીને નગરપાલિકાની તમામ જનરલ સભા તથા ખાસ સભાઓનું સોશિયલ મીડિયા (Facebook અને YouTube) પર ફરજિયાત LIVE પ્રસારણ કરવાની માંગ કરવામાં આવી છે.
રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ-૫૧(૬) મુજબ સામાન્ય સભા જાહેર જનતા માટે ખુલ્લી હોવી જોઈએ. હાલમાં પ્રમુખશ્રીને સંપૂર્ણ પાવર આપી દેવાયા છે તેમજ ઠરાવો, બિલો અને વાઉચરોની નકલો સભ્યોને મળતી નથી. મિનિટ્સમાં માત્ર “સર્વાનુમતે” લખી દેવાય છે પરંતુ વિરોધ કે ચર્ચાની વિગતો દર્શાવાતી નથી. ચોમાસાની ગ્રાન્ટ કે વિકાસના કામો ક્યાં અને કેવી રીતે વપરાય છે તેની વિગતોથી નાગરિકો અજાણ રહે છે.
જેમ લોકસભા, રાજ્યસભા અને વિધાનસભાનું લાઇવ પ્રસારણ થાય છે, તેમ નગરપાલિકાનું પ્રસારણ પણ થવું જોઈએ જેથી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના પારદર્શક અને ભ્રષ્ટાચાર મુક્ત વહીવટના સંકલ્પને સાકાર કરી શકાય.
જેમાં મુખ્ય માંગણીઓ આ મુજબ છે
૧. આગામી તમામ સામાન્ય/ખાસ સભાઓનું નગરપાલિકાના સત્તાવાર Facebook અને YouTube પેજ પર લાઇવ પ્રસારણ કરવું (જેનો ખર્ચ માત્ર એક મોબાઇલ + ટ્રાયપોડ જેટલો જ અલ્પ છે).
૨. જ્યાં સુધી LIVE પ્રસારણ શરૂ ન થાય ત્યાં સુધી દરેક સભાનું સંપૂર્ણ વિડીયો રેકોર્ડિંગ કરી રેકોર્ડ પર રાખવું અને RTI હેઠળ માંગ્યેથી પૂરું પાડવું.
૩. આ બાબતને આગામી જનરલ બોર્ડના એજન્ડામાં લઈ ઠરાવ કરવો તેમજ સમગ્ર રાજ્યની નગરપાલિકાઓમાં આ મોડેલ લાગુ કરવું.
આ અંગેની નકલો કલેક્ટરશ્રી (અમરેલી), પ્રાદેશિક નગરપાલિકા નિયામકશ્રી (ભાવનગર), નિયામકશ્રી શહેરી વિકાસ વિભાગ (ગાંધીનગર) તથા મુખ્યમંત્રીશ્રીના સ્વાગત ફરિયાદ સેલમાં પણ રવાના કરવામાં આવી છે.

Recent Comments