ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની લી. દ્વારા મહિલાઓના સશક્તિકરણ માટે રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન હેઠળ અમરેલી ખાતે ‘દિવાળી મહોત્સવ મેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ મેળો આગામી તા. ૨૮-૧૦-૨૦૨૬ થી ૦૪-૧૧-૨૦૨૬ સુધી (કુલ ૮ દિવસ) અમરેલીના નૂતન સ્કુલ ગ્રાઉન્ડ, ચિતલ રોડ ખાતે યોજાશે. મેળાનું ઉદ્ઘાટન તા. ૨૮-૧૦-૨૦૨૬ના રોજ સવારે ૯:૦૦ કલાકે કરવામાં આવશે.
આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય કૌશલ્ય તાલીમ દ્વારા આજીવિકાલક્ષી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા મહિલા સ્વ-સહાય જૂથો (સખી મંડળો) દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના પ્રદર્શન સહ વેચાણને વેગ આપવાનો છે. દિવાળીના તહેવારો દરમિયાન સ્થાનિક ઉત્પાદનોની માંગમાં નોંધપાત્ર વધારો થતો હોય છે, ત્યારે સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ વસ્તુઓ જેવી કે હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, ખાદ્ય ઉત્પાદનો, દિવાળી ડેકોરેશન, દીવા, રંગોળી સામગ્રી, ગિફ્ટ પેક, પરંપરાગત વસ્ત્રો તેમજ અન્ય ગ્રામ્ય ઉત્પાદનોને સીધા ગ્રાહકો સુધી પહોંચાડવા માટે આ મેળો એક ઉત્તમ તક પૂરી પાડશે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા જાહેર જનતાને આ મેળાનો મહત્તમ લાભ લેવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલીની યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
















Recent Comments