ભાવનગર રેન્જ આઇ.જી શ્રી આર.વી.અસારી સાહેબ,ભાવનગર વિભાગ,ભાવનગર નાઓએ ભાવનગર રેન્જનાં જિલ્લાઓમાં ગંભીર પ્રકારના
શરીર સંબધી તથા ભરણપોષણની રકમ આપવામાં કસુર કરી તેમજ નેગોશીએબલ વોરંટના કામે કોર્ટની મુદતે હાજર રહેતા ન હોય અને પકડ વોરંટ તથા
સજા વોરંટ ઇશ્યુ થયેલ હોય તેવાં આરોપીઓને પકડી પાડી વોરંટની ફરજિયાતપણે બજવણી કરવાં સુચના આપેલ હોય, જે અનુસંધાને અમરેલી પોલીસ
અધિક્ષક શ્રી સંજય ખરાત, સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં કોર્ટ મુદતે હાજર રહેતા ન હોય તેવાં વોરંટના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ
કાયદેસર કાર્યવાહી કરવાં સુચના અને માર્ગદર્શન આપવામાં આવેલ.
નામદાર અમદાવાદ શહેરના મહેરબાન ચોવીસમાં અધિક ચીફ જયુડીશયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટના ફોજદારી
કેસ નં-૧૪૧૦૧૫/૨૦૨૩ ના કામે આરોપીને તકસીરવાન ઠેરાવી એક વર્ષની સાદી કેદની સજા થયેલ હોય જેનું વોરંટ ઇશ્યુ
થયેલ હોય જે વોરંટના કામે આરોપી નામદાર કોર્ટમાં હાજર રહેતો ન હોય અને ફરી.ની રકમ આપવામાં કસુર કરેલ હોય જેથી
આરોપીને એક વર્ષની સાદી સજા થયેલ હોય અને વોરંટ ઇશ્યુ થયેલ હોય જે વોરંટના કામે નાસતા ફરતાં આરોપીને પકડી નામદાર કોર્ટમાં રજુ રાખવાં
રાજુલા ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક શ્રી નયના ગોરડીયા સાહેબનાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
જે અનુસંધાને રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના હેઠળ રાજુલા પો.સ્ટેના હેઙ.કોન્સ સુરજભાઇ સોમાતભાઇ
બાંભણીયા, ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ અમીતભાઇ તુળસીભાઇ મકવાણા તથા પો.કોન્સ શંભુભાઇ લાભુભાઇ વાઘેલા
નાઓને મળેલ સયુંકત બાતમી હકિકત આધારે વોરંટના નીચે જણાવેલ આરોપીને રાજુલા ટાઉન વિસ્તારમાંથી પકડી પાડી
કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીની વિગત-
(૧) સોમીલભાઇ સલીમભાઇ ચૌહાણ ઉ.વ.૩૧ ધંધો.ડ્રાઇવીંગ રહે.રાજુલા રામ રાજય સોસા. ડુંગર રોડ તા.રાજુલા
કામગીરી કરનાર અધિ.શ્રી/કર્મચારીઓ-
આ કામગીરી રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી વી.એમ.કોલાદરા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા પોલીસ સ્ટેશનના
ટાઉન બીટ હેઙ.કોન્સ સુરજભાઇ સોમાતભાઇ બાંભણીયા, ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા તથા પો.કોન્સ અમીતભાઇ
તુળસીભાઇ મકવાણા તથા પો.કોન્સ શંભુભાઇ લાભુભાઇ વાઘેલા દ્રારા કરવામાં આવેલ છે.
રાજુલામાં નેગોશિએબલ એકટના ગુનામાં એક વર્ષની સજા પામેલ વોરંટના આરોપીને પકડી પાડતી રાજુલા પોલીસ ટીમ
















Recent Comments