ભાવનગર

ભાવનગર જિલ્લાના સહકારી મંડળીઓના સભાસદ ખેડૂત ખાતેદારોને ગોડાઉન નિર્માણ માટે ૨૫ ટકા મુડી સબસીડી મેળવવા અરજી કરવા અનુરોધ

ગુજરાત સરકારશ્રીના કૃષિ, ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સહકારી મંડળીઓના સભાસદ ખેડૂતોને ગોડાઉન
નિર્માણ માટે ૨૫ ટકા મૂડી સબસીડીની સહાય પૂરી પાડવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. નાણાકીય વર્ષ :
૨૦૨૬-૨૭ માં આ યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક ભાવનગર જિલ્લાના સહકારી મંડળીઓના સભાસદ ખેડુત
ખાતેદારોને અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.
સરકારશ્રીના ઠરાવ મુજબ સી.ઓ.પી.-૩૭ યોજના વર્ષ ૨૦૨૬-૨૭માં ચાલુ રાખવામાં આવી છે. યોજનાના ઘટક – બ
હેઠળ ગોડાઉન નિર્માણ માટે મૂડી સબસીડીની સહાય મેળવવા ઇચ્છુક ખેડુતોએ જરૂરી વિગતો અને દસ્તાવેજો સાથે શ્રી
જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, રૂમ નં. એસ – ૧૩, બહુમાળી ભવન, ભાવનગર ખાતે રૂબરૂ સંપર્ક કરી
અરજી કરવાની રહેશે.
આ અંગે વધુ માહિતી માટે જિલ્લા રજિસ્ટ્રાર, સહકારી મંડળીઓની કચેરી, ભાવનગરનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં
આવે છે.

Related Posts