સાવરકુંડલા ખાતે યોજાયેલા તાલુકા કક્ષાના વિજ્ઞાનમેળામાં શ્રી પી.પી.એસ.હાઇસ્કૂલ, વંડાની વિદ્યાર્થિનીઓએ પોતાની તકનીકી સૂઝબૂઝ અને આત્મવિશ્વાસથી સૌના દિલ જીતી લીધા હતા. આ પ્રદર્શનમાં શાળાની વિદ્યાર્થિનીઓએ મુખ્ય ત્રણ વિભાગોમાં સમયસર અને અત્યંત ઉપયોગી કૃતિઓ રજૂ કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું:
સ્ક્રિન ટાઇમ ટેકનોલોજી (AI): માર્ગદર્શક શ્રી રોહીતભાઇ ઓઝાના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થિની ખેરાળા ધારા અને મેવાડા ઉર્વશીએ આજના યુગમાં વધતા સ્ક્રીન ટાઈમની ગંભીર અસરો તથા આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની મદદથી તેને નિયંત્રિત કરવાના સ્માર્ટ ઉપાયો રજૂ કર્યા હતા.
માનવ આંખનું કાર્યરત મોડેલ: આચાર્યશ્રી સંજયભાઇ ચૌહાણના માર્ગદર્શન હેઠળ બિલખિયા માહેનૂર અને મોરી ક્રિષ્નાએ આંખની જટિલ રચના, કાર્યપદ્ધતિ તથા ડિજિટલ યુગમાં દ્રષ્ટિની કાળજી અંગેનું શ્રેષ્ઠ મોડેલ પ્રદર્શિત કર્યું હતું.
ટકાઉ ખેતીમાં ઔદ્યોગિકરણ: શ્રી ઓઝા સાહેબના માર્ગદર્શન હેઠળ ટોળીયા ક્રિષ્ના અને ટોળીયા દ્રષ્ટીએ સ્વદેશી કૃષિ પદ્ધતિઓ અને આધુનિક મશીનરીના સમન્વયથી પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના નફાકારક ખેતી કરવાના ઉપાયો દર્શાવી ખેડૂતોને પ્રભાવિત કર્યા હતા.
વિજ્ઞાનમેળામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર તમામ બાળ વૈજ્ઞાનિક બહેનોને શ્રી કર્મયોગ ગ્રુપ દ્વારા ખાસ ઇનામો આપીને બિરદાવવામાં આવી હતી અને તેમના પ્રોત્સાહનમાં વધારો કરવામાં આવ્યો હતો. શાળા પરિવાર અને સ્થાનિક અગ્રણીઓએ તમામ વિદ્યાર્થિનીઓ અને માર્ગદર્શક શિક્ષકોને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.એમ દીપકભાઈ ઝડફિયાની એક યાદીમાં જણાવાયું હતું


















Recent Comments