”નથી સોગંદની આદત,
સતત જે સત્ય બોલે છે,
નથી રસ્તાની પરવા એને,
જે સરિતા જેમ ડોલે છે.”
”ઈરાદા ને મક્કમતાના બળે
જે મંજિલે પહોંચ્યા,
નથી કોઈ રથની જરૂરત,
જે નસીબ પોતે જ ખોલે છે.”
–“પાંધી સર”
સાવરકુંડલાના રઘુવંશી સમાજનું ગૌરવ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કર્મઠ અને ગતિશીલ નેતા ચંદ્રેશભાઈ રવાણીનો આજે જન્મદિવસ છે. સેવા, સમર્પણ અને મજબૂત ઈરાદાઓના પ્રતીક સમાન ચંદ્રેશભાઈને આજે વહેલી સવારથી જ શુભેચ્છકો, મિત્ર વર્તુળ અને રાજકીય અગ્રણીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.
દેશ જ્યારે જ્ઞાતિ-જાતિ અને ધર્મના નામે મુંઝવણમાં છે, ત્યારે યુવા પેઢીને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જવાની ક્ષમતા ધરાવતા ચંદ્રેશભાઈ જેવા સ્પષ્ટ દ્રષ્ટિકોણવાળા નેતાની જરૂરિયાત વર્તાઈ રહી છે. તેમના મજબૂત આત્મવિશ્વાસ અને નિઃસ્વાર્થ લોકસેવાના ગુણોને કારણે તેઓ જનમાનસમાં એક આગવું સ્થાન ધરાવે છે.
મંગલમય શુભેચ્છાઓ સહ
ભગવાન સાઈનાથ આપને દીર્ધાયુ અર્પે અને સમાજના વંચિત તેમજ સામાન્ય માણસોની સેવા કરવાની વધુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરવામાં આવી છે. તેમના જીવનના આગામી વર્ષો સફળતા, કીર્તિ, ઐશ્વર્ય અને ઉત્તમ આરોગ્યથી ભરેલા રહે તેવી આકાંક્ષા વ્યક્ત કરવામાં આવી છે.”
ચંદ્રેશભાઈ રવાણી આપ સાવરકુંડલા અને રઘુવંશી સમાજનું નામ રોશન કરતા રહે અને સફળતાના એવા શિખરો સર કરે કે પર્વતો પણ વામન લાગે તેવી અંતરની શુભેચ્છાઓ.

















Recent Comments