અમરેલી

પ્રી-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત વિશાળ યોગ શિબિરનું આયોજન

રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે અને “યોગ દ્વારા સ્વસ્થ ભારત – સમર્થ ભારત”ના સંકલ્પને સાકાર કરવા પ્રી-ઇન્ડિપેન્ડન્સ ડે એક્ટિવિટી અંતર્ગત અમરેલી ખાતે વિશાળ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યોગ શિબિર તા. ૯ ઓગસ્ટ, ૨૦૨૬  (રવિવાર)ના રોજ સવારે ૬: ૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ચિતલ રોડ, અમરેલી ખાતે યોજાશે.

જિલ્લાના નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો તેમજ યોગપ્રેમીઓને આ યોગ શિબિરમાં ઉત્સાહભેર જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. શિબિરમાં ભાગ લેવા માટે ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધણી કરાવી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ સહભાગીઓને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.

રસ ધરાવતા નાગરિકો પોસ્ટરમાં દર્શાવેલ QR કોડ સ્કેન કરીને અથવા નોંધણી લિંક મારફતે પોતાનું નોંધણી ફોર્મ ભરી શકે છે. વધુ માહિતી માટે મો. ૯૦૩૩૩ ૧૬૮૪૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ યોગ શિબિરમાં પરિવાર અને મિત્રો સાથે ઉપસ્થિત રહી સ્વસ્થ જીવનશૈલી અપનાવવા તથા રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો છે.

Related Posts