અમરેલી

ધારીના નબાપરા પટેલવાડી ખાતે 500થી વધુ ખેડૂતો માટે તાલીમ શિબિર યોજાઈ

ધારીના નબાપરા પટેલવાડી ખાતે 500 થી વધુ ખેડૂતો માટે તાલીમ શિબિર યોજાઈ

અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગ અને ધારી FPOના સંયુક્ત ઉપક્રમે આયોજન મગફળી-સોયાબીન સહિતના તેલીબિયાં પાકોમાં વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે અપાયું માર્ગદર્શન

અમરેલી જિલ્લાના ધારી નબાપરા પટેલવાડી ખાતે ખેડૂતોને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓથી માહિતગાર કરવા માટે ખેડૂત તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ધારી ખેડૂત કૃષિ ઉત્પાદક અને પ્રોસેસિંગ સહકારી મંડળી લિમિટેડ (FPO) તથા અમરેલી જિલ્લા ખેતીવાડી વિભાગના સંયુક્ત ઉપક્રમે ધારીના નબાપરા વિસ્તારમાં આવેલી પટેલવાડી ખાતે આ તાલીમ શિબિર યોજાઈ હતી. જેમાં તાલુકાભરમાંથી 500થી વધુ ખેડૂત ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો.

નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ એન્ડ ઓઇલસીડ્સ યોજના અંતર્ગત યોજાયેલી આ શિબિરમાં ખેડૂતોને ખાસ કરીને મગફળી અને સોયાબીન સહિતના તેલીબિયાં પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ખેતીમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કેવી રીતે મેળવી શકાય, પાકની યોગ્ય માવજત કેવી રીતે કરવી અને આધુનિક ખેતી પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઉત્પાદનક્ષમતા કેવી રીતે વધારી શકાય તે અંગે નિષ્ણાતોએ ખેડૂતોને માહિતગાર કર્યા હતા.

વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ અને સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન તાલીમ શિબિરમાં નિવૃત્ત વૈજ્ઞાનિક દેવ મુરારી, નાયબ ખેતી નિયામક ભાવેશ પીપળિયા તથા ખેતીવાડી વિભાગના અધિકારીઓ દ્વારા ખેડૂતોને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેલીબિયાં પાકોની ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવવા, પાક ઉત્પાદન વધારવા અને ખેતીને વધુ લાભદાયી બનાવવા અંગે જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી.

આ પ્રસંગે ધારી તાલુકાના ખેતી નિયામક કેતુલભાઈ પટેલ સાહેબ,સી .એચ. ચાંદુ વિસ્તરણ અધિકારી 

ગ્રામ સેવક જે પી વાળા આદિત્ય ભાઈ વાળા 

ગોપાલભાઈ સંઘાણી હરેશભાઈ દાફડા 

પ્રતિકભાઈ વાઢેર બીનાબેન તેરૈયા, FPO ના ડિરેક્ટરશ્રીઓ તથા મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમની શરૂઆતમાં અશ્વિનભાઈ ઢોલરિયા દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભાવોએ ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ અપનાવી ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવવા તેમજ સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.આ ઉપરાંત ખેતીવાડી વિભાગની વિવિધ ખેડૂતલક્ષી સહાય યોજનાઓ, તેના લાભો અને યોજનાઓનો લાભ મેળવવાની પ્રક્રિયા અંગે પણ ખેડૂતોને વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ખેડૂતો સરકારી યોજનાઓનો યોગ્ય લાભ લઈ શકે અને ખેતીમાં નવી પદ્ધતિઓ અપનાવી શકે તેવા હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેડૂતોને પ્રોત્સાહિત કરવા વિવિધ સંસ્થાઓનો સહયોગ કાર્યક્રમમાં ધારી FPOનાં સંચાલિકા ભાવનાબેન ગોંડલિયા, સંસ્થાના સભ્યો અને ઇફકો તરફથી પ્રતીકભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે સંજીવની રૂટ કેર કિટ તરફથી શુભેચ્છા ભેટ આપવામાં આવી હતી. સાથે જ નીલકંઠ જ્વેલર્સ દ્વારા પણ કાર્યક્રમમાં શુભેચ્છા ભેટ આપવામાં આવી હતી

આ તાલીમ શિબિરના માધ્યમથી ખેડૂતોને વૈજ્ઞાનિક ખેતી, તેલીબિયાં પાકોના ઉત્પાદન અને સરકારી સહાય યોજનાઓ અંગે ઉપયોગી માહિતી મળી હતી. ખેડૂતોને આધુનિક ખેતી તરફ પ્રેરિત કરવા અને ખેતીને વધુ ઉત્પાદનક્ષમ બનાવવાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ જોવા મળી હતી.

Related Posts