ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન સમગ્ર ગુજરાતમાં કરવામાં આવ્યું છે. જેમાં અગાઉના સંદર્ભિત પરિપત્ર દ્વારા ખેલ મહાકુંભ-૨૦૨૬નું આયોજન અમરેલી જિલ્લામાં કરવાના આદેશ થયેલ છે, પરંતુ આકસ્મિક કારણોસર અમરેલી જિલ્લામાં યોજાનાર કુસ્તી, બાસ્કેટબોલ અને હેન્ડબોલ રમતની જીલ્લા કક્ષાની સ્પર્ધાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે, જેની સંબંધિત તમામ અધિકારીશ્રીઓ, આચાર્યશ્રીઓ, મંડળો અને રમતવીરોએ નોંધ લેવી.
આ સુધારેલા કાર્યક્રમ અનુસાર, તમામ વયજૂથના ભાઈઓ/બહેનો માટેની કુસ્તી સ્પર્ધા તા. ૧૬-૧૦-૨૦૨૬ના રોજ તમામ સવારે ૦૮:૦૦ વાગ્યે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગીરધર વાવ પેટ્રોલ પંપની બાજુમાં, મહુવા રોડ, સાવરકુંડલા ખાતે યોજાશે, જેના કન્વીનર શ્રી વર્ધાભાઈ પરમાર (મો. ૮૧૨૮૧૪૪૧૪૬) રહેશે. જ્યારે તમામ વયજૂથના ભાઈઓ/બહેનો માટેની બાસ્કેટબોલ સ્પર્ધા તા. ૨૧-૧૦-૨૦૨૬ના રોજ બહેનો માટે સવારે ૦૭:૦૦ વાગ્યે અને ભાઈઓ માટે બપોરે ૧૨:૦૦ વાગ્યે લાલાવદર સ્પોર્ટ્સ સંકુલ, લીલીયા રોડ, લાલાવદર ખાતે યોજાશે, જેના કન્વીનર શ્રી અમીલાબેન પદમાણી (મો. ૯૪૨૯૩૩૬૩૯૭) છે.
આ ઉપરાંત તમામ વયજૂથના ભાઈઓ/બહેનો માટેની હેન્ડબોલ સ્પર્ધા વિદ્યાસભા સ્કુલ – અમરેલી ખાતે યોજાશે, જેમાં ભાઈઓની સ્પર્ધા તા. ૧૯-૧૦-૨૦૨૬ના રોજ સવારે ૦૭:૩૦ વાગ્યે અને બહેનોની સ્પર્ધા તા. ૨૦-૧૦-૨૦૨૬ના રોજ સવારે ૦૭:૩૦ વાગ્યે શરૂ થશે, જેના કન્વીનર શ્રી રવિભાઈ નાવડીયા (મો. ૭૯૯૦૪ ૨૧૩૪૨) રહેશે તેમ જિલ્લા રમત ગમત અધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.














Recent Comments