પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશમાં છેવાડાનાં માણસ સુંધી સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડવાની મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં માર્ગદર્શનમાં દમણગંગા બેરેજ યોજના થકી ખેતીમાં સિંચાઇને લાભ મળશે અને વાપી શહેરની જનતા તથા આસપાસનાં ઉદ્યોગોને પણ પાણી મળશે.
OCT 12 2026 9:10 AM BY નર્મદા, જળ સંસાધન, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ ગાંધીનગર એચ.ઓ
ગાંધીનગર: વલસાડ જિલ્લાના રહેવાસીઓ માટે એક આનંદનાં સમાચાર છે. દમણગંગા નદી પર બનનારી‘દમણગંગા બેરેજ યોજના’ હવે ટૂંક સમયમાં શરૂ થશે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં સમગ્ર દેશમાં છેવાડાનાં માણસ સુંધી સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડવાની મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનાં નેતૃત્વ અને માર્ગદર્શનમાં વલસાડ જિલ્લામાં દમણગંગા નદી પર રૂ. 159.50 કરોડનાં ખર્ચે આ યોજના ઝડપથી આગળ વધી રહી છે અને આ યોજનાની કામગિરી ટૂંક સમયમાં જ શરૂ થશે.
દક્ષિણ ગુજરાતનાં આદિજાતિ વિસ્તારમાં આકાર પામનારી આ આ મહાત્વાકાંક્ષી યોજના થકી વલસાડ જિલ્લામાં સિંચાઈની સુવિધા વધશે. ભૂગર્ભજળ રિચાર્જ થશે અને જળસંચયનું કામ થશે.
વલસાડ જિલ્લાના વાપી તાલુકાનાં નામધા ગામ નજીક દમણગંગા નદી પર ‘દમણગંગા બેરેજ યોજના નિર્માણ પામશે. આ સ્થળ હાલના વાપી વિયરથી આશરે 3 કિલોમીટર ડાઉનસ્ટ્રીમમાં આવેલું છે. આ બેરેજ યોજનાની કુલ જળ સંગ્રહ ક્ષમતા 5.49 મિલિયન ઘન મીટર (MCM) હશે.
વાપી નજીક સૂચિત દમણગંગા બેરેજથી સિંચાઈ અને ભૂગર્ભજળ રિચાર્જ ઉપરાંત પીવાના પાણીની ઉપલબ્ધતા વધશે. આ ઉપરાંત, ખારાશ નિયંત્રણ અને સામાજિક-આર્થિક વિકાસ સહિત અનેકવિધ લાભો મળવાશે.
549 હેક્ટર વિસ્તારમાં સિંચાઈનો લાભ મળશે
આ પ્રોજેક્ટનો મુખ્ય લાભ સિંચાઈ ક્ષેત્રે થશે. દમણગંગા બેરેજથી આશરે 549 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. સંગ્રહિત પાણી લિફ્ટ સિંચાઈ વ્યવસ્થા મારફતે ખેડૂતો સુધી પહોંચાડવામાં આવશે. આ યોજનાથી નામધા, ચંદોર, મોહન, એકલહારે, નહુલી અને જાંબુરી એમ છ ગામોને લાભ થશે.
પ્રેશરાઇઝ્ડ સિંચાઈ વ્યવસ્થા મારફતે હાલમાં સિંચાઈની સુવિધાથી વંચિત ખેતીલાયક જમીનના નોંધપાત્ર હિસ્સાને તાત્કાલિક લાભ મળી શકશે.
ખેતરોમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થતાં ખેડૂતોની આવકમાં વધારો થશે. ખેડૂતોને આખુ વર્ષ સિંચાઈ માટે પાણી મળવાથી ખેડૂતો વર્ષમાં બે કે તેથી વધુ પાક લઈ શકશે, જેનાથી તેમની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે.
વાપી માટે ઔદ્યોગિક અને સ્થાનિક પાણીની ઉપલબ્ધતા વધશે
થોડા સમય પહેલા જ ગુજરાત સરકારે ઔદ્યોગિક શહેર વાપીને નગરપાલિકામાંથી મહાનગર પાલિકાનો દરજ્જો આપ્યો છે અને તેના વિકાસને વેગ આપવા માટે વિવિધ પગલાઓ લીધા છે. વાપી મહાનગરપાલિકા થવાથી શહેરની વસ્તી પણ વધશે અને તેની પાણીની જરૂરિયાત પણ વધશે. વાપી શહેરની ભવિષ્યની પાણીની જરૂરિયાતને જોતા આ બેરેજ પ્રોજેક્ટ મહત્વનો સાબિત થશે.














Recent Comments