અમરેલી

સ્વ.જ્યાબેન છગનભાઇ વાવીયા પરિજનો દ્વારા દહીંથરા પ્રાથમિક શાળા ના વિદ્યાર્થી ઓને બ્રાન્ડેડ કપડાં ચણીયા ચોળી વિતરણ

દામનગર ના દહીંથરા ગામ ના હાલ મુંબઈ છગનભાઇ વિઠલભાઈ વાવીયા પરિજનો દ્વારા માદરે દહીંથરા ગામ ની પ્રાથમિક શાળા ના વિધાર્થીની બહેનો ને ચણીયા ચોળી અને વિદ્યાર્થી ઓને બ્રાન્ડેડ કપડાં વિતરણ કરાયા ઉદારદિલ દાતા રત્ન છગનભાઇ વાવીયા પરિજનો એ  બીજા ના દિલ માં દીવો પ્રગટાવતી  દિવાળી માં માદરે વતન દહીંથરા ખાતે સદગત સ્વ  જ્યાંબેન વાવીયા ની પુણ્યસ્મૃતિ માં શાળા પરિસર માં વૃક્ષારોપણ અને આંગણવાડી ના બાળકો ને પણ વસ્ત્રદાન નો અનોખો ઉપહાર ભેટ કર્યા હતો 

વ્યક્તિ ગમે એટલો વિસ્તરે વિકસે પણ વતન ને ક્યારેય વિસરી શકે નહીં દામનગર પાસે ના નાનકડા એવા આદર્શ ગામ દહીંથરા ના મુંબઈ સ્થિત વાવીયા છગનભાઇ વિઠલભાઈ પરિવારે સદગત સ્વ જ્યાબેન વાવીયા ને દર વર્ષે પરમાર્થ ના વંદનીય કાર્યો કરી પુષ્પાજંલી આપવાની પરંપરા ઉતરોતર છેલ્લા આઠ વર્ષ થી અવિરત માદરે વતન દહીંથરા ગામે કરે છે શિક્ષણ પ્રેમી દાતા પરિજનો ની ઉદારતા ગ્રામભાવના ની ઉદત સેવા ની સર્વત્ર સરહના કરતા સ્થાનિક અગ્રણી ઓ સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ના અગ્રણી દ્વારા વાવીયા પરિજનો પ્રત્યે આભાર દર્શન વ્યક્ત કર્યા હતા સમગ્ર દહીંથરા શાળા પરિવારે ઉદારદિલ દાતા ની ઉદારતા થી ખુબ સંતોષ વ્યક્ત કર્યો હતો 

Related Posts