ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો
કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ
રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી.પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા નાઓની રાહબરી
હેઠળ એલ.સી.બી.ટીમે બાતમી હકિકત આધારે ખાંભા તાલુકાના ભાડ ગામની
સીમમાં જુગાર અંગે રેઇડ દરમિયાન પાંચ ઇસમોને જાહેરમાં પૈસા તથા ગંજીપત્તાના
પાના વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા રોકડ રકમ તથા જુગાર સાહિત્ય
સાથે પકડી પાડી, પકડાયેલ આરોપીઓ વિરૂધ્ધ જુગાર ધારા મુજબ ધોરણસર
કાર્યવાહી કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) ભીખુભાઇ અલીભાઇ ચૌહાણ, ઉ.વ.૪૭ રહે.ખાંભા, જુનાગામમાં, તા.ખાંભા,
જિ.અમરેલી
(૨) હિંમતભાઇ ભીખુભાઇ વેગડ, ઉ.વ.૫૫, રહે.ધારી, નવી વસાહત, તા.ધારી,
જિ.અમરેલી
(૩) પ્રફુલભાઇ મનજીભાઇ સોલંકી, ઉ.વ.૫૨, રહે.ખાંભા, જુનાગામમાં, તા.ખાંભા,
જિ.અમરેલી
(૪) અશ્ર્વિનભાઇ ભીખુભાઇ બોડા, ઉ.વ.૩૫, રહે.ધારી, નવા બસ સ્ટેન્ડ પાસે,
તા.ધારી, જિ.અમરેલી
(૫) સલીમભાઇ ઉર્ફે જારૂભાઇ ઉંમરભાઇ ઝાંખરા, ઉ.વ.૩૯, રહે.બગોયા,
તા.સાવરકુંડલા, જિ.અમરેલી
પકડાયેલ મુદ્દામાલઃ-
રોકડા રૂ.૫૦,૫૦૦/- તથા ગંજીપત્તાના પાના નંગ – ૫૨ કિં.રૂ.૦૦/- મળી કુલ
કિં.રૂ.૫૦,૫૦૦/- નો મુદ્દામાલ.
કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી સી.પી.વાઘેલા તથા
પો.સ.ઇ.શ્રી એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા એ.એસ.આઇ.
કનાભાઇ સાંખટ, જાહીદભાઇ મકરાણી તથા હેડ કોન્સ. સલીમભાઇ ભટ્ટી, લીલેશભાઇ
બાબરીયા તથા પો. કોન્સ. શિવરાજભાઇ વાળા, ભાવિનગીરી ગૌસ્વામી દ્વારા
કરવામાં આવેલ છે.


















Recent Comments