ગુજરાત

સોમનાથ માં શ્રાવણ માસ ના રવિવારે જુનાગઢ કલાકારો શિવ સંધ્યા,રાસ ગરબા ભવ્ય કાર્યક્રમ

સોમનાથ મહાદેવ ના સાંનિધ્યમાં શ્રાવણ માસ ના રવિવારે જુનાગઢ કલાકારો દ્વારા શિવ સંધ્યા/રાસ ગરબા ના કાર્યક્રમ નું ભવ્ય આયોજન કરાયેલ છે.

શ્રી સોમનાથ ટ્રસ્ટ ના સહકાર થી શ્રાવણ માસ માં અનેક કાર્યક્રમો નું આયોજન થાય છે શ્રાવણ માસ ના રવિવારે ગીર સોમનાથ મીડીયા સેન્ટર દીપક કકકડ આયોજીત જુનાગઢ ના રાજુભાઈ ભટ એન્ડ ગ્રુપ દ્વારા શિવ સંધ્યા તેમજ ભવ્ય રાસગરબા નું આયોજન તા. ૩૦/૮/૨૬ ને રવિવારે સાંજે ૬ કલાકે સોમનાથ ચોપાટી ગ્રાઉન્ડ કીલ્લા હનુમાન પાસે કરાયેલ છે આ કાર્યક્રમ માં નિરૂબેન દવે,અવધ ભટ સહીત ના કલાકારો શિવભકતોને મોજ કરાવશે.

વર્ષોથી મીલનભાઈ જોશીરામભાઈ સોલંકીપ્રવિણભાઈ ચૌહાણવિપુલભાઈ રાજા,જેસલભાઈ ભરડા ના સાથ સહકાર થી કાર્યક્રમો યોજાય રહેલ છે જેનો લાભ લેવા અપીલ કરાયેલ છે.

વેરાવળ માં સાતમ આઠમ ના તહેવાર નિમીતે સૌથી સસ્તાભાવે ફરસાણ મીષ્ઠાન વિતરણ કરાશે

વેરાવળ શહેર માં સાતમ આઠમ ના પવિત્ર તહેવારોમાં સૌથી સસ્તાભાવે ફરસાણ મીષ્ઠાન વિતરણ કરવામાં આવશે જેનો વ્હેલીતકે લાભ લેવા અપીલ કરાયેલ છે.

વેરાવળ બસ સ્ટેન્ડ પાસે ગીર સોમનાથ મીડીયા સેન્ટર દ્વારા દર વર્ષે સાતમ આઠમ ના પવિત્ર તહેવારોમાં ફરસાણ મીઠાઈ સૌથી સસ્તાદરે વેચાણ કરવામાં આવે છે તા.૩૧/૮ સોમવાર થી આ વિતરણ શરૂ કરવામાં આવશે જેમાં ભાવનગરીચંપાકલીનાયલોન ગાઠીયાસકકરપારા,ભાખરવડી મીષ્ઠાન મા બરફી નું વેચાણ કરવામાં આવશે આ કાર્યમાં જીએચસીએલ ફાઉન્ડેશન સુત્રાપાડા તેમજ ધી વેરાવળ મર્કન્ટાઈલ કો.ઓપ.બેક દ્વારા સહયોગ અપાય છે

Related Posts