fbpx
અમરેલી

જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ

જિલ્લા સંચારી રોગ સર્વેક્ષણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી. સામાન્ય રીતે ચોમાસાની ઋતુમાં  પાણીના ભરાવાના કારણે મચ્છરનો ઉપદ્રવ વધે છે. જેના લીધે મચ્છરજન્ય રોગચાળો  વકરે છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં સંચારી રોગનું પ્રમાણ ઓછું છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષમાં મલેરિયા અને ડેન્ગ્યુના કેસો પણ ઓછા હોવાનું જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાએ નોંધ્યું છે. 

કચેરીઓ ઉપરાંત રહેઠાણની જગ્યાએ ઓવરહેડ ટાંકીની સાફસફાઈ, શહેર સહિત સમગ્ર જિલ્લામાં સાફસફાઈ માટે તાત્કાલિક પગલાંઓ ભરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી. મચ્છર ઉપદ્રવને ઘટાડવા તકેદારીઓ જરુરી છે, તેથી પાણીની પાઈપલાઈનમાં લીકેજ ના રહે તે જોવા પણ સૂચના આપવામાં આવી છે. હાલ કોરોનાના કેસો આવતાં હોય અને સિઝનલ ફ્લુના કેસો વધે છે ત્યારે લોકોને તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. બેઠકમાં જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી,  તાલુકા હેલ્થ ઓફિસર્સ, નગરપાલિકાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/