fbpx
ભાવનગર

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં “સાથ સહકાર અને સેવાના ૧૦૦ દિવસ” કાર્યક્રમ સ્વર્ણિમ સંકુલ ખાતે ઉજવાયો

ગુજરાત રાજ્યના ૧૮ માં મુખ્યમંત્રી તરીકે શ્રી ભુપેન્દ્ર પટેલે ૧૨ મી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ શપથ લીધા હતા. ગુજરાતમાં શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સીએમ તરીકે આ સતત બીજી ટર્મ છે. આ સાથે આજે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સરકારના ૧૦૦ દિવસ પૂર્ણ થયા છે. આજે ગાંધીનગર ખાતે શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના ૧૦૦ ની ઉજવણી કરવામાં આવી હતી.

સાથ, સહકાર અને સેવાના ૧૦૦ દિવસની ઉજવણી નિમિત્તે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સંબોધન કરી સરકારની કામગીરીને વખાણી હતી. આ સાથે રાજ્યમાં લોકોના આરોગ્ય કવચ તેમજ સરહદ સુરક્ષા સાથે આતંરીક સુરક્ષા અંગે પણ વાત કરી હતી. નાનામાં નાનો વ્યક્તિ પણ ગુજરાતના વિકાસમાં સહભાગી થાય તેવી નેમ વ્યક્ત કરતા તમામને અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે સાથ સહકાર અને સેવાના ૧૦૦ દિવસની ઉજવણીના ભાગરૂપે સાંસદશ્રી  સી.આર.પાટીલ, મંત્રીશ્રી કનુ દેસાઇ, મંત્રી શ્રી ઋષિકેશ પટેલ અને મુખ્ય સચિવશ્રીની ઉપસ્થિતિમા સાથ સહકાર અને સેવાના ૧૦૦ દિવસ પુસ્તક્નુ અનાવારણ કર્યુ હતું.

આ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ભાવનગર જિલ્લાના કલેક્ટરશ્રી ડી. કે. પારેખ, કમિશ્નરશ્રી એન. વી. ઉપાધ્યાય, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો. પ્રશાંત જીલોવા, અધિક નિવાસી કલેક્ટરશ્રી બી. જે. પટેલ તેમજ અન્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/