જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, અમરેલી દ્વારા યોજાયેલી “સેવાના રંગ, રાષ્ટ્રના સંગ” અંતર્ગત વ્યક્તિગત રંગોળી સ્પર્ધામાં શ્રી નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી કે.કે. હાઈસ્કૂલ, સાવરકુંડલાની વિદ્યાર્થીની રાઠોડ શિવાનીએ જિલ્લા કક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ તેણીને રૂ. ૨,૫૦૦નું પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું છે.
શિવાનીની આ સિદ્ધિ બદલ માર્ગદર્શક શિક્ષકો શ્રી આપાભાઈ માંજરીયા, શ્રી તૃપ્તિબેન ભરાડ અને શ્રી નૂતનબેન ચૌધરી તેમજ શાળાના આચાર્ય શ્રી ચેતનકુમાર ગુજરીયા, નૂતન કેળવણી મંડળના પ્રમુખ શ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, ઉપપ્રમુખ શ્રી કનુભાઈ ગેડિયા, મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકુંદભાઈ નાગ્રેચા સહિત સમગ્ર ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવારે અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી છે.


















Recent Comments