સુરત આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ નિમિત્તે સુરત શહેરના શ્રમિક ભાઈ બહેનોનું બ્રહ્માકુમારી વિદ્યાલય દ્વારા સન્માન બ્રહ્માકુમારીઝ વરાછા સ્થિત શાખા દ્વારા આંતરરાષ્ટ્રીય શ્રમિક દિવસ નિમિત્તે સુરત શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના શ્રમિક ભાઈ બહેનોના સન્માન/અભિવાદનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.કાર્યક્રમની શુભ શરૂઆત પરમાત્માની યાદથી કરવામાં આવી.મુખ્ય મહેમાન તરીકે પધારેલ બ્રહ્માકુમારી તૃપ્તિબેન, કમાન્ડન્ટ ડોપ્રફુલભાઈ શિરોયા – ( લોક દ્રષ્ટી આઇ બેન્ક , રેડ ક્રોસ બ્લડ સેન્ટર , સહ સંયોજક ગુજરાત સક્ષમ ) ભ્રાતા અકબરીભાઈ – સેનેટરી ઇન્સ્પેક્ટર ભ્રાતા નિલેશભાઈ – મુખ્ય આરોગ્ય નિરીક્ષક, ડોક્ટર વિનોદભાઈ ભ્રાતા કિશોરભાઈ – અગ્રણી બિઝનેસમેનશ્રી એ દીપ પ્રવજલન કરી ઉદધાટન વિધિને સંપન્ન કરી.બ્રહ્માકુમારી તૃપ્તિબેને મુખ્ય ઉદબોધન આપતા જણાવ્યું કે, આ દિવસ એ તમામ શ્રમિકોને સમર્પિત છે, જેઓ સમાજના વિકાસ અને પ્રગતિના સાચા આધાર સ્થંભ છે. જ્યારે આપણે કામ કરીએ છીએ ત્યારે એ માત્ર રોજગાર માટે નહીં પરંતુ સેવાભાવથી થવું જોઈએ. શ્રમ એ આપણને તંદુરસ્તી પ્રદાન કરે છે. પરિશ્રમ થી કમાયેલું ધન પરિવારમાં સુખ અને શાંતિ લાવે છે. વધુમાં બ્રહ્માકુમારી તૃપ્તિબેને તમામ શ્રમિક ભાઈ બહેનોને વ્યસન મુક્ત બનવાની પ્રેરણા આપી.
ડો પ્રફુલભાઈ શિરોયાએ શુભેચ્છા આપતા જણાવ્યું કે આપ સૌ સફાઈ કર્મચારીઓ દેશને, સમાજને અને શહેરને તો સ્વચ્છ બનાવો છો પરંતુ વ્યસનો થી મુક્ત બની સ્વયંને પણ અંદર બહાર સ્વચ્છ બનાવશો. આદરણીય ડો પ્રફુલભાઈ શિરોયાએ સર્વને વ્યસન મુક્તિની સાથે સાથે શારીરિક અને માનસિક સ્વચ્છતા માટે પણ જાગૃતિ કેળવવા આગ્રહ ભર્યો અનુરોધ કર્યો હતો.પુર્વ મેયર અસ્મિતાબેન શિરોયા વતી ભારત ભરમાં સ્વચ્છતામાં પ્રથમ નંબર અપાવવા માટે
આભાર વ્યક્ત કરેલ હતો વિશાળ સભા ને આવકારતા બ્રહ્માકુમારી સાક્ષી બેને જણાવ્યું કે આપ સૌ શ્રમિક ભાઈ બહેનો પરમાત્માના સાચા મદદગાર છો. ઈશ્વરે સમગ્ર સૃષ્ટિનું સર્જન કર્યું છે, તો આપ સૌ પરમાત્માની પવિત્ર રચના સમગ્ર સૃષ્ટિને સ્વચ્છ બનાવવાનું દ્રઢ સંકલ્પ કર્યો છે.આ સન્માન કાર્યક્રમની અંદર સર્વને નારાઓ તથા દ્રઢ સંકલ્પની સ્મૃતિ બ્રહ્માકુમારી અનીષાબેન, કૃપાલીબેને તથા સોનલબેન ને કરાવી.
કાર્યક્રમની આભાર વિધિ બ્રહ્માકુમારી સોનલબેન એ કરી હતી.ત્યારબાદ સ્ટેજના સર્વ મહાનુભાવોને પરમાત્માના ઘરની સ્મૃતિ ભેટ તથા પ્રસાદ આપી સન્માનિત કરવામાં આવ્યા.અંતે વિશાળ સભાને પણ તિલક, પુષ્પ, બ્લેસિંગ કાર્ડ તથા ઈશ્વરીય ભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા.આ કાર્યક્રમનો 200 જેટલા શ્રમિક ભાઈ બહેનોએ લાભ લીધો હતો. કાર્યક્રમ બાદ સર્વ યે પ્રભુ પ્રસાદ સ્વીકાર કર્યો હતો.


















Recent Comments