ભાવનગર

ભાવનગર સત્કર્મ સન્માન સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓનું “સત્કર્મ એવોર્ડ” આપીને સન્માન કરવામાં આવશે 

ભાવનગર સત્કર્મ સન્માન સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓનું સત્કર્મ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે ભાવનગર સત્કર્મ સન્માન સમિતિ દ્વારા વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓનું સત્કર્મ એવોર્ડ આપીને સન્માન કરવામાં આવશે        ફક્ત સેવા ભાવનાથી, કોઈપણ અપેક્ષા વગર સત્કર્મ કરતાં વ્યક્તિઓ અને સંસ્થાઓને સત્કર્મ સન્માન સમિતિ દ્વારા 2020 થી સન્માનવામાં આવે છે. આ કાર્યક્રમનો હેતુ સન્માનિતના કાર્યની કદર થાય અને સમાજને પ્રેરણા મળે તે છે. આ કાર્યક્રમમાં ભાવનગર જિલ્લા કલેકટર ડોક્ટર મનીષ બંસલ અને સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિસિન વિભાગના વડા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે ડોક્ટર નાનકભાઈ ભટ્ટ અને ડોક્ટર નલિન પંડિત પણ વિશેષ ઉપસ્થિત રહેશે… સાત સન્માનિત સંસ્થાઓમાં કલ્યાણ પ્રાદેશિક લોક વિજ્ઞાન કેન્દ્ર, આરોગ્ય મેડિકલ એન્ડ પેથોલોજી લેબોરેટરી, મણીબા ઉમંગ ધામ, અપંગ પરિવાર કલ્યાણ કેન્દ્ર વીસી લોઢાવાળા હોસ્પિટલ, માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને શહીદ સેવા મંડળ- ખેડૂત વાસ નો સમાવેશ થાય છે.. અને સન્માનિત વ્યક્તિઓમાં જાગૃત નાગરિક શ્રી મધુભાઈ શાહ, આદર્શ શિક્ષણ વિધ પ્રા.ચંદ્રકાંત ભોગાયતા, શ્રેષ્ઠ સંગીતકાર શ્રી દેવેન્દ્રભાઈ મહેતા, હોમિયોપેથી ડોક્ટર અભિલાષા સોનપાલ, સંવેદનશીલ ડોક્ટર અને લેખક ડોક્ટર આઈ. કે. વીજળીવાળા, શ્રેષ્ઠ ચિત્રકાર ડોક્ટર અશોક પટેલ અને સિંધુનગર સ્મશાનના સેવાભાવી કાર્યકર્તા લતાબેન ચૌહાણ અને સુરેશભાઈ ડાભી નો સમાવેશ થાય છે. છેલ્લા સાત વર્ષથી ચાલતા સત્કાર સન્માન યજ્ઞમાં અનેક સંસ્થાઓનું અને વ્યક્તિઓનું સન્માન થયું છે. આ કાર્યક્રમ ગુણાત્મક રીતે ખૂબ જ નોંધપાત્ર હોય છે, તો ભાવનગરના નાગરિકોને આ કાર્યક્રમમાં તારીખ 2/ 5/ 2026 ને શનિવારે, સાંજે 5:15 કલાકે શિશુવિહારના વાનાણી હોલમાં ઉપસ્થિત રહેવા માટે સન્માન સમિતિના સદસ્ય શ્રી સંજયભાઈ દેસાઈ, શ્રી પરેશભાઈ ત્રિવેદી, ડોક્ટર છાયાબેન પારેખ અને બળદેવસિંહ ગોહિલે અનુરોધ કર્યો છે.

Related Posts