અમરેલી

પ્રધાનમંત્રીના જન્મદિન નિમિત્તે હ્યુમન રાઈટ્સ ફેડરેશન દ્વારા હાર્દિક શુભકામનાઓ અને અભિનંદન

દેશના યશસ્વી અને લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રીના જન્મદિન અવસરે હ્યુમન રાઈટ્સ ફેડરેશન તેમજ સંસ્થાના પદાધિકારીઓ તરફથી તેમને અંતઃકરણપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવવામાં આવે છે.

​સંસ્થાના પ્રમુખશ્રી મહેન્દ્ર આયલાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના કુશળ નેતૃત્વ અને દૂરદર્શિતાને કારણે દેશ વિકાસના પંથે સતત આગળ વધી રહ્યો છે અને છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે. માનવ અધિકારોની રક્ષા, સામાજિક ન્યાય અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટેની તેમની કટિબદ્ધતા સમગ્ર દેશ માટે પ્રેરણારૂપ છે.

​હ્યુમન રાઈટ્સ ફેડરેશન પ્રધાનમંત્રીશ્રીના ઉત્તરોત્તર પ્રગતિશીલ કાર્યકાળ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુની કામના કરે છે, જેથી તેમના માર્ગદર્શન હેઠળ આપણો દેશ વૈશ્વિક સ્તરે વધુ નવી ઊંચાઈઓ સર કરે.

Related Posts