લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના ઉપક્રમે તથા શ્રી ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટ, શ્રી ભુરખીયા ચેરિટેબલ ટ્રસ્ટ, સુદર્શન
નેત્રાલય – અમરેલી તેમજ શ્રીમતી રમાબેન અનિલભાઈ પારેખના ઉદાર આર્થિક સહયોગથી ભુરખીયા હનુમાનજી મંદિર, કબીર
ટેકરી-સાવરકુંડલા, શ્રી ઉમિયા માતાજી મંદિર લીલીયા મોટા, ખાંભા, વિજપળી, અમરેલી વગેરે સ્થળોએ આયોજિત થતા નિઃશુલ્ક
નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ અંતર્ગત તા. ૨૩-૦૭-૨૦૨૬, ગુરુવારના રોજ શ્રી ભુરખીયા હનુમાનજી મંદિર, ભુરખીયા
મુકામે શતાબ્દી (૧૦૦મા) કેમ્પની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ શતાબ્દી ઉજવણીમાં સમગ્ર લાયન્સ પરિવાર, સુદર્શન
નેત્રાલયનો સમગ્ર સ્ટાફ તેમજ ભુરખીયા હનુમાનજી ટ્રસ્ટના ટ્રસ્ટશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ શતાબ્દી કેમ્પ સેવા, સમર્પણ અને
માનવ કલ્યાણના યજ્ઞનું ગૌરવપૂર્ણ સીમાચિહ્ન બન્યો હતો.
કાર્યક્રમના પ્રારંભમાં લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પ્રમુખ લાયન નરોત્તમભાઈ સાકરીયાએ શાબ્દિક ઉદ્દબોધન
દ્વારા ઉપસ્થિત મહાનુભાવો અને મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ પૂર્વ પ્રમુખ લાયન પ્રા. એમ. એમ. પટેલ તથા
લાયન ઋજુલભાઈ ગોંડલીયાના સંકલન અને સંપાદન હેઠળ તૈયાર કરવામાં આવેલી “નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ”
અંગેની માહિતી પુસ્તિકાનું મહેમાનોના શુભહસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. કેમ્પની સેવાયાત્રા, સેવાકીય સિદ્ધિઓ અને
સમાજહિતમાં થયેલા યોગદાનને આલેખતી આ માહિતીસભર પુસ્તિકાએ ઉપસ્થિત સૌનું વિશેષ ધ્યાન આકર્ષ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધનમાં લાયન પ્રા. એમ. એમ. પટેલ, અમરેલી જિલ્લા આહિર સમાજના પ્રમુખશ્રી જીતુભાઈ ડેર, ડિસ્ટ્રિક્ટ
ચેરપર્સન લાયન જયેશભાઈ પંડ્યા તથા સુદર્શન નેત્રાલયના શ્રી કિર્તીભાઈ ભટ્ટ, એક્ઝિક્યુટિવ કેબિનેટ સેક્રેટરી લાયન પરેશભાઈ
કાનપરિયા દ્વારા ભુરખિયા ખાતે અત્યાર સુધી સફળતાપૂર્વક આયોજીત થયેલા ૧૦૦ નેત્ર નિદાન અને નેત્રમણિ આરોપણ કેમ્પોની
સેવાયાત્રા, તેની ઉપલબ્ધિઓ અને સમાજને થયેલા અમૂલ્ય લાભોની વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે આ સેવાયજ્ઞના
પરિણામે અત્યાર સુધીમાં ૧૫,૩૧૯ દર્દીઓને તપાસી જરૂરિયાતમંદ ૪,૦૩૨ દર્દીઓને નેત્રમણિ આરોપણ કરવામાં આવેલ છેં. અને
૨,૨૧૦ વ્યક્તિઓને ચશ્મા વિતરણ કરવામાં આવેલ છે, જેના કારણે અનેક લોકોના જીવનમાં ફરી પ્રકાશ પથરાયો છે. આ સેવાકાર્ય
માનવસેવાનું એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ બની રહ્યું છે.
અત્યાર સુધીમાં ૧૫૪ નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પમાં આર્થિક સહયોગ આપનાર દાતાશ્રી શ્રીમતી રમાબેન
અનિલભાઈ પારેખ તેમજ શ્રી ભુરખિયા હનુમાનજી ટ્રસ્ટના પ્રમુખશ્રી દુષ્યંતભાઈ પારેખ, ટ્રસ્ટીશ્રી હરજીભાઇ નારોલા, ટ્રસ્ટીશ્રી
સુધીરભાઈ પારેખ, જયેન્દ્રભાઈ પારેખ, કૌશિકભાઇ પારેખ, અમરશીભાઈ પરમાર, મનીષભાઈ બાપુ નિમાવત, જીતુબાપુ નિમાવત
વગેરેનું સન્માનપત્ર તથા શાલ અર્પણ કરીને ભાવભેર સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સન્માનિત મહાનુભાવોએ આયોજક
લાયન્સ ક્લબ અમરેલી (સીટી) તથા સુદર્શન નેત્રાલયની સેવાભાવનાને બિરદાવી, સમાજહિતના આવા સેવાયજ્ઞો સતત ચાલુ રહે
અને વધુને વધુ વ્યક્તિઓ તેનો લાભ મેળવે તેવી હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. શતાબ્દી ઉજવણી કાર્યક્રમના ભોજન પ્રસાદના
દાતાશ્રી લાયન જીતુભાઈ ડેરનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ વિષેશ યોગદાન
બદલ લાયન પ્રો એમ. એમ પટેલનું સન્માન કરવામાં આવેલ, આ ઉજવણીમાં સુદર્શન નેત્રાલયના મેડિકલ ઓફિસર
ડૉ પ્રશાંત પટેલ, ડૉ ગિરીશ ચિત્રોડા, ડૉ રવિ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના અંતે પૂર્વ પ્રમુખ લાયન ઋજુલભાઈ ગોંડલીયાએ આભારવિધિ વ્યક્ત કરી હતી, જ્યારે કાર્યક્રમનું સંચાલન
શરદભાઈ વ્યાસે કર્યું હતું. શતાબ્દી કાર્યક્રમની ઉજવણીને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના સેક્રેટરી લાયન
દિનેશભાઈ સોરઠીયા, ટ્રેઝરર લાયન વિનોદભાઈ આદ્રોજા, લાયન રમેશભાઈ ગોલ, લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન નરેશભાઈ
જોગાણી, લાયન ભગવાનભાઈ કાબરીયા, લાયન પ્રા. મહેશભાઈ પટેલ, લાયન સાહસભાઈ ઉપાધ્યાય, લાયન અશ્વિનભાઈ ડોડીયા,
લાયન ડૉ. વિરલભાઈ ગોયાણી, લાયન રિધેશભાઈ નાકરાણી, લાયન અશ્વિનભાઈ સંપટ, લાયન ભદ્રસિંહ પરમાર, લાયન
કૌશલભાઈ દવે તથા ભુરખીયા હનુમાનજી મંદિરના શ્રી ગોપાલભાઈ ચુડાસમા, શ્રી દેવશીભાઇ સિંધવ વગેરેએ ઉત્સાહપૂર્વક જહેમત
ઉઠાવી કાર્યક્રમને ભવ્ય સફળતા અપાવી હતી.














Recent Comments