અમરેલી

ચલાલા પો.સ્ટે. ના દુષ્કર્મ અને પોકસોના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્‍જ આઇ.જી.પી.શ્રી આર.વી.અસારી સાહેબ નાઓએ
ભાવનગર રેન્‍જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી
પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ
અમરેલી જિલ્‍લામા ગુનાઓ આચરી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે
નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા
અમરેલી જિલ્‍લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્‍વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ. શ્રી સી.પી.વાઘેલા
નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમે ચલાલા પોલીસ સ્‍ટેશન
ગુ.ર.નં.૧૧૧૯૩૦૧૩૨૬૦૧૩૧/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ
૬૫(૨)આઇ, ૬૫(૧), ૩૫૧(૨), ૩૫૧(૩) તથા પોકસો એકેટ કલમ ૪, ૬, ૮, ૧૮
મુજબના ગુનામાં પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા ફરાર
આરોપીને બાતમી હકિકત તેમજ ટેકનીકલ સોર્સ આધારે પકડી પાડી, આગળની
કાર્યવાહી થવા સારૂ ચલાલા પોલીસ સ્‍ટેશનમાં સોંપી આપેલ છે.
 પકડાયેલ આરોપીઃ –
મિલનભાઇ જવેરભાઇ ભાલીયા, ઉ.વ.૨૧, રહે.મેથળા, તા.તળાજા, તા.જિ.ભાવનગર.
 કામગીરી કરનાર અધિકારીશ્રી તથા પોલીસ સ્ટાફઃ-
આ કામગીરી અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્‍સ.શ્રી સી.પી.વાઘેલા તથા પો.સ.ઇ.શ્રી
એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી જે.ડી.વાઘેલા તથા હેડ કોન્સ. રાઘવેન્દ્રભાઇ ધાધલ,
જાહીદભાઇ મકરાણી તથા પો.કોન્સ. ભાવિનગીરી ગૌસ્વામી, શિવરાજભાઇ વાળા,
અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.

Related Posts