અમરેલી ખાતે GUJCOST, DST (ગુજરાત સરકાર) અને નેશનલ કાઉન્સિલ ઑફ સાયન્સ મ્યુઝિયમ દ્વારા સંચાલિત ડિસ્ટ્રિક્ટ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, બાલ ભવન-અમરેલી ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાના ‘નેશનલ સાયન્સ સેમિનાર’નું આયોજન કરવામાં આવ્યું હતું.
વિષય: “ભારતીય ઊર્જા બાસ્કેટ 2047 – સંભાવનાઓ અને પડકારો”
આ સ્પર્ધામાં અમરેલી જિલ્લાની વિવિધ શાળાઓના આશરે ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં જે.વી. મોદી હાઈસ્કૂલ (સાવરકુંડલા)નો વિદ્યાર્થી મકવાણા પ્રિન્સ (પ્રથમ સ્થાન) પ્રાપ્ત કરેલ.
આ સફળતા બદલ માર્ગદર્શક શિક્ષકશ્રી સાવજ નીતિનભાઈ અને શિક્ષકશ્રી હરેશભાઈ ગુજરાતી તેમજ ઇન્ચાર્જ પ્રિન્સિપાલશ્રી જીતુભાઈ ભટ્ટનો આભાર વ્યક્ત કરાયો હતો.
નૂતન કેળવણી મંડળના પ્રમુખશ્રી ચંદ્રિકાબેન ઘેલાણી, ટ્રસ્ટી મંડળ તથા બાલ ભવનના ડાયરેક્ટરશ્રી નિલેશભાઈ પાઠક અને ચેતનભાઈ ત્રિવેદીએ વિજેતા વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા હતા.

















Recent Comments