રાજુલા શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલતને લઈને શહેરીજનોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. છતડીયા રોડ સહિત શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની સ્થિતિ અત્યંત ખરાબ હોવાના કારણે વાહનચાલકો, વેપારીઓ, રાહદારીઓ તેમજ સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
રાજુલા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ તથા હાલના કોર્પોરેટરના પ્રતિનિધિ ઘનશ્યામ લાખણોત્રાએ માંગ કરી છે કે નગરપાલિકાના સત્તાધીશો અને તમામ સદસ્યો એકવાર છતડીયા રોડ સહિત રાજુલા શહેરના તમામ મુખ્ય રસ્તાઓની સ્થળ મુલાકાત લે.
તેમણે જણાવ્યું હતું કે, જો નગરપાલિકાના સત્તાધીશો અને તમામ સદસ્યો એકવાર ખુરશી પર બેસવાને બદલે રસ્તા પર ઉતરીને શહેરની મુલાકાત લેશે, તો રાજુલા શહેરની વાસ્તવિક સ્થિતિનો તેમને ખ્યાલ આવશે. રસ્તાઓની હાલત જોઈને જ શહેરીજનો કેટલી મુશ્કેલી ભોગવી રહ્યા છે તેનો સાચો અંદાજ આવી શકે છે.
ઘનશ્યામ લાખણોત્રાએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે નગરપાલિકાના સત્તાધીશો અને સદસ્યો દ્વારા શહેરીજનોની મૂળભૂત સમસ્યાઓ તરફ પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી. નગરપાલિકાની કામગીરી અને રસ્તાઓની સ્થિતિને લઈને ભાજપના કેટલાક આગેવાનો અને કાર્યકરોમાં પણ નારાજગી હોવાની ચર્ચા શહેરમાં ચાલી રહી છે, ત્યારે સત્તાધીશોએ આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ.
તેમણે જણાવ્યું કે રાજુલાના વિકાસ માટે માત્ર બેઠકો અને કાગળ પરની ચર્ચાઓ પૂરતી નથી, પરંતુ સ્થળ પર જઈને લોકોની સમસ્યાઓ સમજવી અને તેના કાયમી ઉકેલ માટે કામગીરી કરવી જરૂરી છે.
અંતમાં તેમણે નગરપાલિકાના પ્રમુખ, સત્તાધીશો તથા તમામ સદસ્યોને અપીલ કરી છે કે એકવાર રાજુલા શહેરના તમામ રસ્તાઓની સ્થળ મુલાકાત લઈ શહેરીજનોની હાલાકીનો જાતે અનુભવ કરે અને તાત્કાલિક ધોરણે રસ્તાઓના સમારકામ તથા જરૂરી વિકાસકાર્યો હાથ ધરે.
જો તમે પૂર્વ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ લાખણોત્રાએ જણાવ્યું છે
રાજુલાના રસ્તાઓની દયનીય સ્થિતિ અંગે નગરપાલિકા સત્તાધીશો સામે સવાલો














Recent Comments