અમરેલી

લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે સફળ રક્તદાન કેમ્પનું આયોજન: ૫૫ બોટલ રક્ત એકત્રિત થયું

​ગુરુ પૂર્ણિમાના પવિત્ર અવસર પર લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલા દ્વારા ‘શ્રી નિર્દોષાનંદજી આશ્રમ, સાવરકુંડલા’ ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. માનવસેવાના આ ઉત્તમ કાર્યમાં સ્થાનિક લોકો તેમજ સંસ્થાના સભ્યોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો.

​આ પ્રસંગે ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાળા, શ્રી નિર્દોષાનંદજી આશ્રમના તમામ સેવકગણ તેમજ લાયન્સ ક્લબ ઓફ સાવરકુંડલાના તમામ હોદ્દેદારો અને મેમ્બરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો.

​કેમ્પ દરમિયાન દાતાઓનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો, જેના પરિણામે માત્ર ૩ કલાકના ટૂંકા સમયગાળામાં જ ૫૫ બોટલ રક્ત એકત્રિત થયું હતું. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા અને સુચારૂ કામગીરી બદલ બ્લડ બેન્ક ઓફ સાવરકુંડલાના સમગ્ર સ્ટાફની પ્રશંસનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી.

Related Posts